બ્રેકિંગ ન્યુઝ
Juhi
Last Updated: 09:33 PM, 12 January 2020
ADVERTISEMENT
રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને જાણકારી આપી કે, ''હવે મુશ્કેલી વગર રેલ યાત્રા: યાત્રી હવે એક ક્લિક પર ચાર્ટ બન્યા પછી ખાલી, બુક્ડ અને આંશિક રીતે બુક્ડ સીટ વિશે જાણકારી મેળવી શકશે.'' એટલે કે ચાર્ટ બન્યા પછી ટ્રેનમાં કોઇ ખાલી સીટ છે કે નહી તેના વિશે યાત્રીઓને જાણકારી મળશે.
પહેલા રિઝર્વેશન ચાર્ટ ખૂલ્યના 4 કલાક પહેલા જ ઑનલાઇન જોઇ શકાતું હતુ, જ્યારે બીજા ચાર્ટને ટ્રેન પ્રસ્થાન કર્યાના અડધા કલાક પહેલા જોઇ શકાતો હતો. બીજા ચાર્ટમાં સીટો વિશે જાણકારી મળતી હતી.
ADVERTISEMENT
Hassle-Free Train Travel: Passengers can now access information on vacant, booked and partially booked train berths after preparation of the reservation chart, at the click of a button.
— Piyush Goyal (@PiyushGoyal) 6 January 2020
To check, visit: https://t.co/LpRtTDSHnt pic.twitter.com/W7KScvuzAz
નવા ફિચરને IRCTC ના ઇટિકિટ બુકિંગ પ્લેટફોર્મના વેબ તથા મોબાઇલના બંને વર્ઝન પરથી જોઇ શકાશે. નવા ઇન્ટરફેસમાં ઇન્ડિયન રેલ્વેની રિઝવ્ડ ટ્રેનમાં ઉપયોગ થનારા તમામ ક્લાસના લેઆઉટને જોઇ શકાશે.
કેવી રીતે ઓનલાઈન ચાર્ટ જોઈ શકાશે
IRCTCની વેબસાઈટ www.irctc.co.in પર ચાર્ટ/વેકેન્સી નામથી એક નવું ઓપ્શન રજૂ કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન ચાર્ટ જેવું છે, જેના પર ક્લિક કરવાથી અને ટ્રેન નંબર દાખલ કરીને તમે તે ટ્રેનની ખાલી સીટો વિશે જાણકારી મેળવી શકો છો. ત્યારબાદ તમે ટીટીઈ સાથે મળીને તમારી વેઇટિંગ ટિકિટ જોઈને તેની ખાલી સીટોની કન્ફર્મ ટિકિટ લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.