indian railway latest news shutdown of passenger reservation system of eastern region know here detail
Big News /
તહેવારોમાં આટલો સમય બંધ રહેવાની છે રેલવે સર્વિસ, અત્યારથી જાણી લો નહીં તો મુશ્કેલીમાં મુકાશો
Team VTV03:20 PM, 23 Oct 21
| Updated: 03:37 PM, 23 Oct 21
તહેવારોની સિઝનમાં રેલવેના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. હવે દિવાળી અને છઠ્ઠને લઇને લાખો લોકો યાત્રા કરશે. એવામાં જો તમે પણ રેલવે સાથે જોડાયેલી કોઈ અપડેટ લેવા માંગો છો અથવા કોઈ જગ્યાએ જવાનું છે. તો પહેલાં આ સમાચાર વાંચી લો.
તહેવારોની સિઝનમાં રેલવેના મુસાફરો માટે સારા સમાચાર
મુસાફરો 23 ઓક્ટોબર પહેલાં ટીકિટ મેળવી લે
નહીંતર મુસાફરોને ટીકિટ માટે મુશ્કેલી સર્જાશે
પ્રવાસીઓને ટીકિટ મળશે નહીં
રેલવે વિભાગે જણાવ્યું છે કે 23 ઓક્ટોબરની રાત્રે 11.45 વાગ્યાથી 24 ઓક્ટોબર સવારે 5 વાગ્યા સુધી પ્રવાસીઓ ટીકિટ મેળવી શકશે નહીં. જો તમે 23 અને 24 ઓક્ટોબરની વચ્ચે રેલવે યાત્રા કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઈસ્ટર્ન રેલવેએ કહ્યું છે કે 23 ઓક્ટોબર, 2021ની રાત્રે 11.45 વાગ્યાથી 24 ઓક્ટોબર સવારે 5 વાગ્યા સુધી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કામ નહીં કરે. જેના કારણે આ દરમ્યાન મુસાફરોને ટીકિટ મળશે નહીં. બીજી તરફ આ દરમ્યાન મુસાફરો ટ્રેનો સાથેની પૂછપરછ પણ કરી શકશે નહીં. આ સિવાય પણ અન્ય સેવાઓ પ્રભાવિત રહેશે.
કયા-કયા ઝોન રહેશે પ્રભાવિત?
Eastern Railway એ ટ્વિટ કરી જણાવ્યું, કલકત્તાના પીઆરએસ ડેટા સેન્ટરમાં મેઈટેનન્સ એક્ટિવિટીને કારણે ટીકિટ જનરેશન થશે નહીં. તેથી મુસાફરો પહેલાં જ ટીકિટનું બુકિંગ કરાવી નાખે. નહીંતર મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. પૂર્વ રેલવેએ જણાવ્યું કે પૂર્વ રેલવે, દક્ષિણ પૂર્વ રેલવે, ઈસ્ટ કોસ્ટ રેલવે, સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે અને ઈસ્ટ સેન્ટ્રલ રેલવેમાં ઈન્ટરનેટ બુકિંગ, ઈન્કવાયરી અને બીજી સેવાઓ બંધ રહેશે. આ રેલવે ઝોનની સીમામાં આવનારા રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં રેલવેની ઓનલાઈન ટીકિટ, ઓનલાઈન રિટાયરિંગ રૂમનું બુકિંગ, પૂછપરછ જેવી જરૂરી સેવાઓ પણ નહીં મળે.
પહેલા પણ બંધ થયુ છે ટીકિટ જનરેશન
ઉલ્લેખનીય છે કે, રેલવેની ટીકિટ જનરેશન પહેલાં પણ થોડા સમય માટે બંધ કરવામાં આવી છે. અગાઉ ઓગષ્ટ મહિનામાં દક્ષિણ રેલવે તરફથી પણ આ પ્રકારનું નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું હતુ.