બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આ છે ભારતનું સૌથી અમીર રેલવે સ્ટેશન, જે કરે છે કરોડોમાં કમાણી, જાણો ક્યાંથી આવે છે આટલાં રૂપિયા
Last Updated: 02:27 PM, 17 September 2024
વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે ભારતીય રેલ્વે. હજુ પણ ભારતીય રેલ્વે તેનું નેટવર્ક મોટું કરી રહી છે. ભારતીય ટ્રેનોમાં દરરોજ 2 કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે. 7000 થી વધુ રેલ્વે સ્ટેશનોથી પસાર થઈને, ભારતીય રેલ્વે લોકોને તેમના ગંતવ્ય સ્થાનો પર લઈ જાય છે. ભારતીય રેલ્વે સ્ટેશનો માત્ર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું જ કામ નથી કરતું, પરંતુ દેશની આવકનો સૌથી મોટો સ્ત્રોત પણ છે.
ADVERTISEMENT
રેલવેને દર વર્ષે આ રેલવે સ્ટેશનોથી જંગી આવક થાય છે. રેલવે સ્ટેશન પર જાહેરાતો, દુકાનો, પ્લેટફોર્મ ટિકિટો, ક્લોક રૂમ, વેઇટિંગ હોલ... આ બધી વસ્તુઓમાંથી મોટી કમાણી કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલવેની કમાણીનો રેકોર્ડ બનાવવામાં ટોચનું રેલવે સ્ટેશન કયું છે?
સૌથી નફાકારક રેલ્વે સ્ટેશન
ADVERTISEMENT
સ્ટેશનોથી થતી કમાણી એ રેલવે માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન સૌથી વધુ કમાણી કરતા રેલ્વે સ્ટેશનોની યાદીમાં ટોચ પર છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રેલવેને 3337 કરોડ રૂપિયાની આવક થઈ છે. કમાણીના મામલામાં હાવડા રેલવે સ્ટેશન બીજા નંબર પર આવે છે. આ સ્ટેશનની વાર્ષિક કમાણી 1692 કરોડ રૂપિયા છે.
જયારે કમાણીના મામલામાં ચેન્નઈ સેન્ટ્રલ ત્રીજા નંબરે આવે છે. દક્ષિણ ભારતના આ રેલવે સ્ટેશને એક વર્ષમાં 1299 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે રેલવે સ્ટેશનોની કમાણી 500 કરોડ રૂપિયાથી વધુ છે તે નોન-સબર્બન ગ્રુપ-1 (NSG-1) કેટેગરીમાં સામેલ છે. આ યાદીમાં 28 રેલવે સ્ટેશનોના નામ સામેલ છે.
આ પણ વાંચો: ઘરમાં આટલા ગ્રામથી વધારે સોનું હોય તો સરકારી ગાઈડલાઇન વિરુદ્ધ, જાણો કાયદો
કયા સ્ટેશને સૌથી વધુ મુસાફરો?
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન કમાણીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે, જ્યારે મુંબઈનું થાણે રેલ્વે સ્ટેશન મુસાફરોની સંખ્યાની દ્રષ્ટિએ ટોચ પર છે. એક વર્ષમાં 93.06 કરોડ મુસાફરોએ આ સ્ટેશન પરથી મુસાફરી કરી હતી. આ મામલે મુંબઈનું કલ્યાણ રેલવે સ્ટેશન બીજા નંબરે આવે છે, જ્યાં એક વર્ષમાં 83.79 કરોડ લોકોએ મુસાફરી કરી હતી. જયારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી એક વર્ષમાં 39.36 કરોડ મુસાફરોએ મુસાફરી કરી હતી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.