દુનિયાનો સૌથી ઉંચો પુલ નદીની સપાટીથી 359 મીટરની ઉંચાઈ પર છે. જે પેરિસના એફિલ ટાવરથી પણ 30 મીટર ઉંચો છે. રેલવેના અધિકારીઓએ આને ઐતિહાસીક પળ ગણાવી છે. રેલ મંત્રી પીયુષ ગોયલે હાલમાં ટ્વીટ કરી આ માહિતી આપી છે. પીયુષ ગોયલે લખ્યુ છે કે ઐતિહાસિક પળ. ચેનાબ પુલનો નીચલો આર્ચ પુરો થઈ ગયો. હવે એન્જિનિયરિંગના ઉત્તમ નમૂનો ઉપરના આર્ચનું કામ પુરુ થશે. મંત્રીએ આ પળનો વીડિયો શેર કરતા કહ્યું કે દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ હશે.
In a historic moment, the arch bottom of the Chenab bridge 🌉 has been completed today. Next, the arch upper of the engineering marvel in making will be completed.
આનું નિર્માણ 3 વર્ષથી પણ થોડાક વધારે સમયથી ચાલુ થયુ હતુ. રેલ મંત્રી પીયૂષ ગોયલે આને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબે ઉત્તમ નમૂનો ગણાવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર સ્ટીલના ઢાંચા પર બનનાર 476 મીટર લાંબા આ બ્રિજનો ફોટો શેર કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ટર માર્બલ ઈન મેકિંગય ભારતીય રેલવે વધુ એક એન્જિનિયરિંગ મીલનો પત્થર મેળવવાના પથ પર છે. આ દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ હશે.
1250 કરોડ રુપિયાના ખર્ચે બનશે આ બ્રિજ
દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ લગભગ તૈયાર, રેલ મંત્રીએ એફિલ ટાવરની સાથે ઉંચા બ્રિજનો ફોટો ફેર કર્યો. ઈન્દ્રધનુષના આકારનો આ બ્રિજ રેલવેના એ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો ભાગ છે જે કાશ્મીરને બાકીના ભારત સાથે જોડશે. આ બ્રિજ માટેનું કામ નવેમ્બર 2017માં પ્રારંભ થયું હતુ. 1250 કરોડ રુપિયાના ખર્ચે બનતો આ બ્રિજ ચેનાબ નદીની સપાટીથી 359 મીટર ઉપર અને પેરિસના એફિલ ટાવરથી 35 મીટર ઉંચો હશે.
ભૂકંપ અને વિસ્ફોટને સહન કરવાની સક્ષમતા
એટલું જ નહીં આ રેલવે બ્રિજ રિક્ટર સ્કેલ પર 8 તીવ્રતા વાળા ભૂકંપ અને અતિ તીવ્રતાના વિસ્ફોટનો પણ સામનો કરી શકવા સક્ષમ છે. રેલવે અધિકારીઓ અનુસાર આમાં સંભાવિત આતંકી ખતરા અને ભૂકંપને લઈને સુરક્ષા પ્રણાલી પણ રહેશે. બ્રિજની કુલ લંબાઈ 1315 મીટર છે.