બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Indian Rafale fighter jet adds Hammer stand-off weapon to its lethal arsenal

રિપોર્ટ / દુશ્મનના મનસૂબા ફેલ કરશે રાફેલ : આ એક હથિયારથી વધુ ઘાતક બનશે લડાકૂ વિમાન

Last Updated: 06:32 PM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વાયુસેનામાં રાફેલ સામેલ થઇ જવાથી તાકાતમાં ખૂબ વધારો થયો છે એવામાં હવે રાફેલની સક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે.

  • હાલમાં ભારતીય વાયુસેનામાં સામેલ થયા છે રાફેલ 
  • રાફેલ જેટ હવે હેમર મિસાઈલ લેસ હશે 
  • હેમર મિસાઈલની મદદથી રાફેલની તાકાતમાં વધારો 

રાફેલ જેટ હવે હેમર મિસાઈલથી લેસ હશે

ચીન સાથે લદાખની સરહદ પર તણાવ વચ્ચે ભારતની સેના સતત પોતાની તાકાતમાં વધારો કરી રહી છે અને દુશ્મનોને મ્હાત આપવા માટે હાલમાં જ ભારતીય વાયુ સેનામાં રાફેલનો સમાવેશ થયો છે. રાફેલ દુશ્મનોને મ્હાત આપવા માટે સક્ષમ છે અને એવામાં હવે તેની તાકાતમાં વધારો થવા જિયા રહ્યો છે. આ રાફેલ જેટ હવે હેમર મિસાઈલથી લેસ હશે. હેમર હવામાંથી જમીન પર રોકેટના માધ્યમથી વાર કરતી મિસાઈલ છે.  

રાફેલની સામે દુશ્મનના મનસૂબા ફેલ 

મીડિયા અહેવાલ અનુસાર લડાકૂ વિમાન રાફેલમાં હેમર મિસાઈલ લગાવવા પર સહમતી બની છે અને આ પહેલા રાફેલમાં દુશ્મનના ટાર્ગેટને તબાહ કરવા માટે MICA, Meteor અને SCALP મિસાઈલ લાગેલી છે.  Meteor મિસાઈલ હવાથી હવામાં વાર કરવાની મિસાઈલ છે.  

અહેવાલ અનુસાર હેમર મિસાઈલ દુશ્મન માટે કાળ બનશે કારણ કે આ મિસાઈલ ખૂબ ખતરનાક છે અને તેને GPSની મદદ વિના જ 70 કિમીની રેંજથી લોન્ચ કરી શકાય છે.નોંધનીય છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે 2020માં જ હેમરની ડીલ નક્કી કરવામાં આવી છે મહિનાના અંત સુધીમાં મોટી સંખ્યામાં હથિયારો ભારત આવી જશે.  

નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને એવામાં ભારતીય સેનાની તાકાત વધારવી આવશ્યક છે. ચીન પણ પોતાની તરફથી વિવિધ હથિયારો તૈનાત કરી રહ્યું છે ત્યારે કોઈ પણ ખતરા સામે લડવા માટે રાફેલમાં આ મિસાઈલ લગાવવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Indian air force Rafale hammer missile રાફેલ વાયુ સેના Rafale
Parth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ