બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indian premier league mega auction could be held in bangalore ipl 2022

આયોજન / IPLને લઈને BCCIનો સૌથી મોટો પ્લાન તૈયાર! જાણો ક્યારે થઈ શકે છે મેગા ઓક્શન

Premal

Last Updated: 01:22 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે મેગા ઓક્શન 7 અને 8 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે. આ અગાઉ 30 નવેમ્બરે બધી ટીમોએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરી હતી.

  • IPLની આગામી સિઝન માટે મેગા ઓક્શન 7 અને 8 ફેબ્રુઆરીએ
  • બધી ટીમોએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરી
  • જો કોવિડ-19ની સ્થિતિ કાબુમાં રહેશે તો થશે મેગા ઓક્શન

કેટલીક ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શનને લઇ દર્શાવી નારાજગી

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન ભારતમાં રમાય તેવી આશા છે. કેટલીક ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શનને લઇને નારાજગી દર્શાવી છે અને કદાચ IPLના ઈતિહાસની આ છેલ્લી મેગા હરાજી હશે.

શું છે BCCIનો પ્લાન? 

BCCI દ્વારા મીડિયાને આપવામાં આવેલી માહિતી મુજબ, જો કોવિડ-19ની સ્થિતિ કાબુમાં રહેશે તો 7 અને 8 ફેબ્રુઆરીએ મેગા હરાજી થશે. BCCIના અધિકારીએ જણાવ્યું, અમે આગામી મેગા ઓક્શન બેંગલોરમાં હોસ્ટ કરવા અંગે વિચાર કરીએ છીએ. જો કોવિડ-19ની સ્થિતિ કાબુમાં રહેશે તો 7 અને 8 ફેબ્રુઆરીએ IPLની મેગા હરાજી થશે. 

આગામી IPL સિઝનમાં 2 નવી ટીમો પણ મેદાનમાં ઉતરશે

આગામી IPL સિઝનમાં 2 નવી ટીમો પણ મેદાનમાં ઉતરવાની છે. આ વખતે લખનઉ અને અમદાવાદ IPLમાં બાકી 8 ટીમોની સાથે મેદાનમાં ઉતરશે. લખનઉ અને અમદાવાદને ટૂંક સમયમાં બાકી ટીમોના રિટેન્શન બાદ પસંદ કરવામાં આવેલા 3 ખેલાડીઓની યાદી જાહેર કરવાની છે. લખનઉના ઝીમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને ઈંગ્લેન્ડના પૂર્વ કોચ એન્ડી ફ્લોવરને પોતાના કોચ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરની મેન્ટર તરીકે નિમણુંક કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2022 Indian Premier League Mega Auction Indian Premier League Mega Auction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ