બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડામાં ભારતીય મૂળની ગોળી મારીને હત્યા, થોડી જ ક્ષણો પહેલા માંને કહ્યું હતું 'ગુડનાઇટ'

ટાર્ગેટેડ કિલિંગ! / કેનેડામાં ભારતીય મૂળની ગોળી મારીને હત્યા, થોડી જ ક્ષણો પહેલા માંને કહ્યું હતું 'ગુડનાઇટ'

Last Updated: 03:00 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Surrey Indian Killing Latest News : ગોળી મારવાના થોડા સમય પહેલા યુવકે ભારતમાં રહેતી તેની માતા સાથે વાત કરી અને પછી ગોળી વાગતા મોત થયું

Canada Surrey Indian Killing : કેનેડાના સરેમાં ભારતીય મૂળના 28 વર્ષના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ તરફ હવે આ કેસની તપાસ કરનારાઓનું માનવું છે કે આ એક 'ટાર્ગેટ હુમલો' હોઈ શકે છે. વિગતો મુજબ 7 જૂનની સવારે પોલીસને સરેમાં એક ઘરમાં ગોળી ચલાવવામાં આવી હોવાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે તે ઘરની બહાર યુવરાજ ગોયલ નામનો વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો. નોંધનિય છે કે, આ હત્યા કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

માતા સાથે ફોન પર વાત કર્યાની ગણતરીની સેકન્ડમાં મોત

વિગતો મુજબ યુવરાજ ગોયલ વર્ષ 2019માં પંજાબના લુધિયાણાથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર તે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં કાર ડીલરશિપમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. તેને તાજેતરમાં કેનેડાના કાયમી નિવાસીનો દરજ્જો મળ્યો છે. રિપોર્ટ અનુસાર ગોળી મારવાના થોડા સમય પહેલા યુવરાજ ભારતમાં રહેતી તેની માતા સાથે વાત કરી રહ્યો હતો.

જાણો શું કહ્યુ મૃતકના સાળાએ ?

ગોયલના સાળા બાવનદીપે સ્થાનિક ન્યૂઝને જણાવ્યું કે, યુવરાજ જ્યારે તેની કારમાંથી બહાર આવ્યો ત્યારે તેને ગોળી વાગી હતી. યુવરાજે ગોળી માર્યાની એક મિનિટ અથવા 30 સેકન્ડ પહેલા તેની માતા સાથે વાત કરી હતી. તે તેની કારમાંથી બહાર આવ્યો તેની માતાને ફોન પર ગુડનાઈટ કહ્યું અને પછી તેને ગોળી મારી દેવામાં આવી.

વધુ વાંચો : ન્યૂજર્સીમાં ભારતીય યુવકનું 75 કરોડનું કૌભાંડ, ફોન અને ઈન્શ્યોરન્સ કંપનીઓને લગાવ્યો ચૂનો

4 ઇસમોની ધરપકડ

સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાર શકમંદોની ઓળખ કરવામાં આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ મનવીર બસરામ (23), સાહિબ બસરા (20), સરેના હરકીરત ઝુટ્ટી (23) અને ઓન્ટારિયોના કેલોન ફ્રાન્કોઇસ (20) તરીકે કરવામાં આવી છે. પ્રારંભિક પુરાવાના આધારે, આ કેસને 'ટાર્ગેટેડ શૂટિંગ' તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવરાજ ગોયલનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેની હત્યા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Canada Surrey Indian Killing Indian Killing Canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ