બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Indian Navy Deploys Warships Aircraft Gulf Amid US Iran tension

સુરક્ષા / અમેરિકા-ઈરાનમાં તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય, ખાડી ક્ષેત્રમાં કરી આ તૈયારી

Hiren

Last Updated: 11:59 PM, 8 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનના મુખ્ય સેના કમાન્ડર કાસિમ સુલેમાનીના અમેરિકન એર સ્ટ્રાઇકમાં મોત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને યુદ્ધની પરિસ્થિત બનેલી છે. તેવામાં ભારતે પણ પોતાના વ્યૂહાત્મક હિતોની રક્ષા માટે મોટો નિર્ણય લીધો છે અને ખાડી ક્ષેત્રમાં યુદ્ધપોત તૈનાત કરી દીધું છે.

  • ભારતે ખાડીમાં તૈનાત કર્યું યુદ્ધ જહાજ
  • વેપારીઓના હિતોની રક્ષા માટે તૈનાતી
  • સુલેમાનીની હત્યા બાદ તણાવ ચરમસીમાએ

કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય નૌસેનાએ ખાડીમાં પોતાના યુદ્ધ જહાજને તૈનાત કર્યા છે. જોકે આ યુદ્ધ જહાજ યુદ્ધ લડવાના ઉદ્દેશ્યથી નહીં પરંતુ ભારતની દરિયાઈ વ્યાપારિક માર્ગના વેપારીઓ માટે સુરક્ષા બનાવી રાખવા માટે કર્યું છે.

ખાડીમાં યુદ્ધ જહાજની તૈનાતીને લઇને નેવી તરફથી કહેવામાં આવ્યું છે કે આવું દરિયાઈ રસ્તે થઇ રહેલ વેપારની સુરક્ષા યોગ્ય કરવાને લઇને કરવામાં આવ્યું છે અને બન્ને દેશોની પરિસ્થિતિ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

નેવી તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય-નૌસેના ખાડી ક્ષેત્ર દરેક સ્થિતિ પર નજર બનાવેલ છે અને દરિયાઇ માર્ગથી થનાર વેપાર અને ભારતીય ફ્લેગ મર્ચેન્ડ વેસલ્સની સુરક્ષા તપાસવા માટે આ વિસ્તારમાં હાજર છે. ભારતીય નૌસેના દેશના દરિયાઈ હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

જણાવી દઇએ કે અમેરિકન એર સ્ટ્રાઇકમાં ઈરાન સેના જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાને બદલો લેવા માટે કાર્યવાહી કરતા ઇરાકમાં અમેરિકન સેનાના કેમ્પો પર એક બાદ એક મિસાઈલો છોડી હતી. ઈરાને આ પોતાની કાર્યવાહીને જણાવતા કહ્યું કે હુમલામાં 80 અમેરિકન સૈનિકો માર્યા ગયા. ત્યારે પેન્ટાગન તરફથી કહેવામાં આવ્યું છે કે તેમાં કોઈનો જીવ નથી ગયો અને પહેલા અલર્ટ કરી દેવાના કારણે સૈનિકોના જીવ બચી ગયા.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Navy US iran અમેરિકા ઈરાન નૌસેના ભારત Security
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ