બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / શ્રીજેશે કર્યો નાગિન ડાન્સ, કેપ્ટને માંગી માફી, હોકી ટીમે બ્રોન્ઝ જીત્યા બાદ જુઓ ડ્રેસિંગ રૂમમાં શું-શું થયું
Last Updated: 08:46 AM, 9 August 2024
પેરિસ ઓલિમ્પિકમાં હોકીની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેન સામે ભારતીય હોકી ટીમે શાનદાર જીત મેળવી છે. જે બાદ હવે ભારત પાસે 4 બ્રોન્ઝ મેડલ થઇ ગયા છે. આખા દેશએ હોકી ટીમની જીતને વધાવી લીધી હતી. આ જીત બાદ દરેક ભારતીય ખેલાડી ખુશીથી ઉછળી પડ્યા અને તેમનું સેલિબ્રેશન માત્ર મેદાન પર જ નહીં પરંતુ ડ્રેસિંગ રૂમમાં પણ ચાલુ રહ્યું. ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં દરેક ખેલાડીએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. ખાસ કરીને ગોલકીપર શ્રીજેશે જે પ્રકારનો ડાન્સ કર્યો તે ખરેખર અદ્ભુત હતો. ભારતીય ટીમના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાનું સેલિબ્રેશન
ADVERTISEMENT
ભારતીય ટીમના ખેલાડીઓ તિરંગા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જ્યારે ગોલકીપર શ્રીજેશે નાગિન ડાન્સ કર્યો હતો. ડ્રેસિંગ રૂમમાં તે સૌથી ખુશ દેખાતો હતો. શ્રીજેશની કારકિર્દીની પણ આ છેલ્લી મેચ હતી અને હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે. શ્રીજેશે બ્રોન્ઝ મેડલ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ છેલ્લી મિનિટોમાં સ્પેનના બે ગોલને રોક્યા હતા. તેણે બે ગોલ અટકાવીને ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી.
CELEBRATIONS FROM PR SREEJESH AFTER BRONZE MEDAL. 🥉
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024
- Thank you, Wall...!!! 🇮🇳 pic.twitter.com/7z9E6A9kbO
કેપ્ટન હરમનપ્રીતે માફી માંગી
ટીમ ઈન્ડિયાની જીત બાદ કેપ્ટન હરમનપ્રીત પણ ઘણી ખુશ દેખાઈ રહી હતી. જોકે, તેણે કહ્યું કે તેની ટીમ ગોલ્ડ મેડલ જીતી શકી હોત. હરમનપ્રીતે કહ્યું, 'અમે ગોલ્ડ જીતી શક્યા હોત પરંતુ હું તેમ ન કરી શકવા બદલ માફી માંગુ છું.' હરમનપ્રીતે શ્રીજેશના વખાણ પણ કર્યા હતા. હરમનપ્રીતે કહ્યું, 'અમારી ટીમમાં કેટલાક એવા છોકરાઓ છે જેમની ઉંમર શ્રીજેશની કારકિર્દી જેટલી છે. તે અમારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. અમે આ જીત શ્રીજેશને સમર્પિત કરીએ છીએ. તે ઘણો મોટો ખેલાડી છે. તેને તેની છેલ્લી મેચમાં આ મેડલ જીતતા જોઈને અમે ખૂબ જ ખુશ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.