બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ચીનને હરાવી પાંચમી વખત જીત્યો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ
Last Updated: 05:44 PM, 17 September 2024
હરમનપ્રિત સિંહની કપ્તાનશીપમાં ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ધમાકેદાર પ્રદર્શન કરતાં ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મંગળવારે (17 સપ્ટેમ્બર) ભારતીય ટીમનો ચીન સાથે ફાઇનલ મુકાબલો થયો હતો. આ મેચ જીતવામાં ભારતને ભારે મહેનત કરવી પડી, પરંતુ આખરે ટીમે 1-0થી જીત મેળવી.
ADVERTISEMENT
ભારતીય ટીમ માટે આ એકમાત્ર ગોલ ડિફેન્ડર જુગરાજ સિંહે કર્યો હતો
ભારતીય ટીમ માટે આ એકમાત્ર ગોલ ચોથા ક્વાર્ટરના 10મા મિનિટમાં ડિફેન્ડર જુગરાજ સિંહે કર્યો હતો. તે પહેલા મેચમાં બંને ટીમો વચ્ચે ઘણી કઠિન ટક્કર ચાલી. પ્રથમ ત્રણ ક્વાર્ટર કોઈ ગોલ વગર 0-0થી સમાન રહ્યા હતા. પરંતુ ચોથા ક્વાર્ટરમાં જુગરાજે વિજેતા ગોલ કરીને ખિતાબ ભારતના નામે કરી લીધો.
ADVERTISEMENT
ચીનની હોકી ટીમ પ્રથમ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી
આ ફાઇનલ મુકાબલો ચીનના હુલુનબુઈરમાં યોજાયો હતો. તે પહેલા ભારતીય ટીમે બીજા સેમિફાઇનલમાં સાઉથ કોરિયાને 4-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બીજી તરફ, ચીનની હોકી ટીમ પ્રથમ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી.
આ પણ વાંચોઃ કોહલી-રોહિત નહીં આ ખેલાડીને અશ્વિને બતાવ્યો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, કારણ ગળે ઉતરી જશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.