બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ ચાર નંબર પરથી ફોન આવે તો કટ કરી દેજો, ભારત સરકારે જાહેર કરી ચેતવણી, ખાતું થઈ જશે ખાલી
Last Updated: 09:05 AM, 3 December 2024
ભારતના દૂર સંચાર વિભાગે લોકોને ઇન્ટરનેશનલ કોલ્સ માટે ચેતવણી આપી છે. અને આ ચાર નંબરોથી ખાસ સાવધ રહેવા જણાવ્યું છે. જો તમને પણ +77, +89, +85, +84 આ નંબર પરથી ફોન આવે તો તેણે તરત કટ કરી દેજો, આ નંબર સ્કેમર્સ વાપરે છે અને તે તમારું બેંક એકાઉન્ટ તળિયા જાટક કરી દેશે.
ADVERTISEMENT
આ ચાર નંબરોથી સાવધ રહો
ADVERTISEMENT
🚨 ALERT: Beware of International Fraud Calls!
— DoT India (@DoT_India) December 2, 2024
Ruko aur Socho:
👉 Be cautious of numbers like +77, +89, +85, +86, +84, etc.
👉 DoT/TRAI NEVER makes such calls.
Action Lo:
✅ Report suspicious calls on https://t.co/6oGJ6NSQal via Chakshu.
✅ Help DoT block these… pic.twitter.com/6No8DHss3o
લોકોને ખાસ આ નંબરોથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે જેમનો કોડ +77, +89, +85 +86 કે +84 હોય. આ નંબર ફ્રોડ હોય શકે છે. દૂરસંચાર વિભાગ અને TRAI એ આ નંબર પરથી ફોન આવે તો તેના વિશે ફરિયાદ નોંધાવા માટે લોકોને તાકીદ કરી છે. તમે સંચાર સારથિ પોર્ટલ પર જઈને પણ આની ફરિયાદ કરી શકો છો જેથી સરકાર આ નંબરોને બ્લોક કરી દે અને અન્ય લોકોને બચાવી શકે.
વધુ વાંચો: યુઝર્સ ફટકો! વ્હોટ્સએપનું મોટું એલાન, હવે આ ફોનમાં કામ નહીં કરે
25 વર્ષીય વિદ્યાર્થી સાથે સ્કેમ
હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 25 વર્ષીય એક વિદ્યાર્થીને એક ફોન આવ્યો હતો જેમાં ફોન કરવાવાળાએ પોતાની ઓળખાણ સરકારી એજન્સી TRAIનો અધિકારી જણાવ્યો હતો. સ્કેમરે સ્ટુડન્ટને ધમકી આપી કે તેની સામે એક ફરિયાદ આવી છે અને જો તે પોલીસ પાસેથી એક વિશેષ સર્ટિફિકેટ નહીં લે તો તેનો નંબર બંધ થઈ જશે. તે વિદ્યાર્થી ડરી ગયો અને તેણે પોતાની તમામ બેંકની વિગતો તે સ્કેમરને આપી દીધી ત્યારબાદ તેને ખબર પડી કે તેની સાથે ફ્રોડ થયું છે.
ભારત સરકારના એક રિપોર્ટ અનુસાર આ વર્ષના પહેલા દસ મહિનામાં સાયબર ફ્રોડએ કુલ 2140 ક્રોસ રૂપિયાની ઠગાઇ કરી છે. આ અપરાધીઓ પોતાને ED, CBI , પોલીસ કે પછી RBIના અધિકારી તરીકે ઓળખાણ આપીને તેમની પાસેથી રૂપિયા પડાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.