બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ટેક અને ઓટો / Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારના કડક એક્શન, 1.7 કરોડ સીમકાર્ડ બંધ, તમે પણ કરી લો ચેક

જાણી લો / Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારના કડક એક્શન, 1.7 કરોડ સીમકાર્ડ બંધ, તમે પણ કરી લો ચેક

Last Updated: 07:28 AM, 7 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નકલી અથવા બનાવટી દસ્તાવેજોથી ખરીદાયેલા 1.77 કરોડ મોબાઈલ સિમકાર્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી બ્લોક કરવામાં આવ્યા છે

સરકારે Jio, Airtel, Vodafone-Idea અને BSNL સિમ કાર્ડ યુઝર્સ સામે મોટી એક્શન લીધી છે. સરકારે આ તમામ ટેલિકોમ ઓપરેટરોના લગભગ 1.7 કરોડ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે. આ સિમ કાર્ડ નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો દ્વારા જારી કરવામાં આવ્યા હતા. સરકાર એ સિમકાર્ડ બંધ કરી રહી છે જે નકલી દસ્તાવેજો આપીને જારી કરવામાં આવ્યા હતા. ત્યારે તમારે જાણવું જોઈએ કે તમારું સિમ કાર્ડ કોઈ બીજાના દસ્તાવેજ પર તો ચાલું નથી ને. જો આવું હશે તો તમારું સિમ કાર્ડ પણ બ્લોક થઈ શકે છે.

fake-sim-card-1

AIની મદદથી સિમ બ્લોક કરાયા

નકલી અથવા બનાવટી દસ્તાવેજોથી ખરીદાયેલા 1.77 કરોડ મોબાઈલ સિમકાર્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી બ્લોક કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) સાથે કામ કરતા ચાર ટેલિકોમ સર્વિસ ઓપરેટરો (ટીએસપી)એ ટેલિકોમ નેટવર્ક સુધી પહોંચતા 45 લાખ નકલી આંતરરાષ્ટ્રીય કૉલ્સને રોકવામાં આવ્યા છે

fake-sim-card-2

11 લાખ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે

સંચાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેંકો અને પેમેન્ટ વોલેટ્સ દ્વારા લગભગ 11 લાખ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવશે

આ પણ વાંચો: ડિલીવરી બોય બનેલા ઝોમેટોના CEOને ન મળી મોલમાં એન્ટ્રી, VIDEO સાથે શેર કરી દર્દભરી પોસ્ટ

PROMOTIONAL 11

જો તમે પણ જાણવા માગો છો કે તમારું સિમ કાર્ડ કોના આધાર કાર્ડ પર આપવામાં આવ્યું છે, તો તમે આ સ્ટેપ્સ ફોલો કરી જાણી શકો છો.

  1. સૌથી પહેલા tafcop.sancharsaathi.gov.in પર જાઓ
  2. અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
  3. આ પછી તમને એક OTP મળશે, તેને એન્ટર કરો.
  4. ત્યારપછી તમને તમારા આઈડીમાંથી કેટલા સિમ લેવામાં આવ્યા છે તેની તમામ માહિતી મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Fake Sim Card Blocked Indian government blocked Fake SIM Cards
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ