બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Indian Flag In Uk: India's slap on the face of Khalistanis, huge tricolor waved at Indian Embassy in London, video viral
Megha
Last Updated: 12:58 PM, 20 March 2023
ADVERTISEMENT
Indian Flag In Uk: ભારતીય હાઈ કમિશને લંડનમાં ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જણાવી દઈએ કે ભારતીય હાઈ કમિશનની ઈમારત પર મોટો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે અને આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
તિરંગો લહેરાવીને આપ્યો જડબાતોડ જવાબ
નોંધનીય છે કે આ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. રવિવારે આ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનીઓએ ભારતના રાષ્ટ્રધ્વજને ઉતારીને તેનો ઝંડો ત્યાં ફરકાવ્યો હતો. ભારતે આ કૃત્ય પર સખત નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે હવે ખાલિસ્તાનીઓએ પહેલા કરતા પણ મોટો તિરંગો લહેરાવીને મોઢા પર થપ્પડ મારી દીધી છે.
ADVERTISEMENT
Unfazed by the attempts to vandalise the Indian High commission in London by Khalistani extremists, a large Indian flag has been put in front of the mission. https://t.co/lAFJyhA05l pic.twitter.com/0gG2E3tjCi
— Sidhant Sibal (@sidhant) March 19, 2023
વિડીયો થયો હતો વાયરલ
રવિવારે ખાલિસ્તાનીઓ ભારતના રાષ્ટ્રધ્વજને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો એ પ્રયાસના ઘણા વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે લંડનમાં ભારતીય હાઈ કમિશનર પાસેથી તિરંગો હટાવી દેવામાં આવ્યો હતો તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મંત્રાલય તરફથી એક નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે "ભારત યુકે સાથે સખત વિરોધ નોંધાવે છે." વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “યુકે પાસેથી સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી માટે સમજૂતી માંગવામાં આવી હતી જેણે આ અસામાજિક તત્વોને હાઈ કમિશન પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી."
Watch: How an Indian High commission (in London) official boldly deals with Khalistani extremists who entered inside Indian High commission & throws Khalistani flag out https://t.co/QmCNQrShpn pic.twitter.com/3YniAqn4Tj
— Sidhant Sibal (@sidhant) March 19, 2023
શું છે સમગ્ર મામલો
જણાવી દઈએ કે યુકેમાં ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે રવિવારે એટલે કે 19 માર્ચ ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું અને અલગતાવાદી નેતા અમૃતપાલના ઝંડા અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ અમૃતપાલ સિંહની તસવીર સાથેના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ફ્રી અમૃતપાલ સિંહ, અમને ન્યાય જોઈએ છે, અમે અમૃતપાલ સિંહ સાથે ઊભા છીએ. '
ભારત વિરોધી નારા પણ લગાવ્યા હતા
રવિવારે ખાલિસ્તાન સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને ભારતીય હાઈ કમિશનરની બહાર પ્રદર્શન કર્યા હતા અને આ દરમિયાન એમને ભારત વિરોધી નારા પણ લગાવ્યા હતા. તેના ઘણા વિડીયો વાયરલ થયા છે અને એવા જ એક વાયરલ વીડિયોમાં એક ખાલિસ્તાની ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારતો જોવા મળી રહ્યો છે. ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શનને રોકવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
જો કે યુકેમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત રાજદ્વારીઓએ તાત્કાલિક પગલાં લીધાં હતા અને એમને તે જ જગ્યાએ ફરી ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સાથે દૂતાવાસની ઇમારત પર વધુ એક બે માળનો ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો. ક્રોધિત વલણ અપનાવ્યા વિના ભારતીય દૂતાવાસના અધિકારીઓએ ખાલિસ્તાની સમર્થકોને શાંતિપૂર્ણ રીતે જવાબ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.