4999 રૂપિયામાં 32 ઇંચ Android Smart TV લોન્ચ કરવાનો દાવો કર્યો છે Samy Informatics નામની કંપનીએ. આ ભારતની કંપની છે અને બતાવવામાં આવ્યુ છે કે આ ટીવીને મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાની હેઠળ લોન્ચ કરવામાં આવ્યુ છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ટીવી ભારતમાં બન્યુ છે. લોન્ચ ઇવેન્ટ દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ અને ચીફ ગેસ્ટ તરીકે ભાજપ મેમ્બર અને મહિલા મોર્ચાની મહિલા પ્રેસિડન્ટ સોનાલી ફોગાટ પણ હાજર હતી. જોકે કંપનીએ તેમ પણ કહ્યુ કે 4999 રૂપિયા સિવાય GST અને શિપિંગ ચાર્જ લગાવવામાં આવશે.
Samyના એન્ડ્રોઇડ એપમાં કિંમત આ રીતે છે:
બેસ પ્રાઇસ: 4999 રૂપિયા
GST મળીને આ છે પ્રાઇસ : 5898.82 રૂપિયા
શિપિંગ કોસ્ટ (ભારતમાં ક્યાંય પણ): 2124 રૂપિયા
ટોટલ કિંમત: 8022 રૂપિયા
એટલે કે આ ટીવી 4999 રૂપિયા છે પરંતુ જો તમે આ ખરીદશો તો તમારે 8000 રૂપિયા ચૂકવવા પડશે.. જોકે આ ઓછી થઇ શકે છે. દિલ્હી નોએડા ગુડગાંવ તથા ફરિદાબાદમાંથી ખરીદો છો તો શિપિંગ માટે ઓછા આપવાના રહેશે.
કંપનીના અનુસાર TV ખરીદવા માટે તમારે આધારની જરૂર પડશે. પહેલા Samy નામની એપ અપડેટ કરવાની રહેશે. જ્યાં તમારે જરૂરી જાણકારીઓ આપવી પડશે. આધાર વગર તમે આ ટીવી નહી ખરીદી શકો.
વેબસાઇટની જાણકારી અનુસાર આ ટીવી ફર્સ્ટ કમ ફર્સ્ટના આધાર પર ટીવી મળશે. જોકે કંપનીની તરફથી કહેવામાં આવ્યુ છે કે આ ટીવી ઑફલાઇન પણ મળશે.
32 ઇંચ ટીવીના સ્પેસિફિકેશન્સ વાત કરવામાં આવે તો LED ટીવીનું રિઝોલ્યુશન 720p છે. જેમાં 512MB RAM અને 4GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેમાં USB પોર્ટ છે 2 HDMI પોર્ટ્સ આપવામાં આવશે. WIFI સપોર્ટ આપવામાં આવ્યો છે અને 10WX10W સ્પીકર્સ છે. સાઉન્ડ આઉટપુટ 20Wનું છે. જાણકારી અનુસાર તેમાં SRS Dolby Digital આપવામાં આવ્યુ છે અને ટીવીની સાથે એક સ્ટાન્ડર્ડ રિમોટ મળશે.
એપમાં મળેલી જાણકારી અનુસાર 1 વર્ષની વોરન્ટી આવશે જેને 2 વર્ષ એકસ્ટ્રા એક્સટેન્ડ કરી શકાશે. સામાન્ય રીતે 32 ઇંચના LED ટીવી 15000 રૂપિયા સુધી મળે છે. Xiaomiએ 32 ઇંચના LED સ્માર્ટ ટીવી 12500 રૂપિયાની છે જ્યારે માઇક્રોમેક્સના HD રેડી LED ટીવી Tata tata cliq પર 9999 રૂપિયામાં મળી રહ્યુ છે.