2023માં જીડીપી વધુ ઘટી શકે છે અને તે 5.3 ટકા રહી શકે છે : મૂડીઝ (Moodys)
રેટિંગ એજન્સી મૂડીઝે (Moodys) ભારત 2022 માટે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ મુજબ, 2022માં ભારતનો જીડીપી 7.2 ટકા રહેવાનો અંદાજ છે, જે 2021ના 8.3 ટકા કરતાં ઓછો છે. અગાઉ મૂડીઝે 2022માં જીડીપી 8.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. મૂડીઝે કહ્યું કે, 2023માં જીડીપી વધુ ઘટી શકે છે અને તે 5.3 ટકા રહી શકે છે.
આંકડા મંત્રાલયે જાહેર કર્યું છે, જે મુજબ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 13.5 ટકા રહ્યો છે. આ દર્શાવે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ વિકાસ કરી રહી છે. પરંતુ રેટિંગ એજન્સીઓથી લઈને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, ભારતને મોંઘા દેવું અને વૈશ્વિક આર્થિક સંકટનો માર સહન કરવો પડી શકે છે, જેના કારણે આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડી શકે છે. જ્યારે એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવાનો દર 7.79 ટકા પર પહોંચ્યો હતો, તે પછી RBIએ ત્રણ વખત યોજાયેલી ત્રણ નાણાકીય નીતિ બેઠકોમાં રેપો રેટ 4 ટકાથી વધારીને 5.40 ટકા કર્યો હતો.
શું કહ્યું મૂડીઝે ?
મૂડીઝે કહ્યું છે કે, મોંઘા વ્યાજની સાથે દેશના ઘણા વિસ્તારોમાં માત્ર વધુ વરસાદ જ નહીં, ઓછા વરસાદને કારણે મુશ્કેલી આવી શકે છે. તેના પર વૈશ્વિક વિકાસ દરમાં ઘટાડો, આ તમામ કારણોને લીધે ભારતના વિકાસની ગતિ ધીમી પડી શકે છે. મૂડીઝે સ્વીકાર્યું કે, મોંઘવારીનો સામનો કરવો એ વર્તમાન સમયે આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર છે. આરબીઆઈએ દેશની આર્થિક વૃદ્ધિ અને મોંઘવારીનું સમાધાન કરવું પડશે. જુલાઈ 2022માં છૂટક ફુગાવો ઘટીને 6.71 ટકા પર આવી ગયો છે, પરંતુ તે હજુ પણ આરબીઆઈના 6 ટકાના સહનશીલતા સ્તરથી ઉપર છે.