Indian economy RBI Governor shaktikant das india gdp current situation
ખુશખબર /
ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, RBI ગવર્ગનરે હાલની સ્થિતિને લઈને આપ્યું મોટું નિવેદન
Team VTV10:54 PM, 17 Mar 23
| Updated: 10:54 PM, 17 Mar 23
અમેરિકન બેંકોની કટોકટી દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા અમેરિકામાં બેંકોના પતન પછી ઘણા દેશોની અર્થવ્યવસ્થા જોખમમાં છે પરંતુ તેની અસર ભારતના અર્થતંત્ર પર પડી નથી. આરબીઆઈના ગવર્નરે આ અંગે માહિતી આપી છે.
વિશ્વભરના દેશો હાલ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોરોના અને યુક્રેન રશિયા યુદ્ધ બાદ તમામ દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ચૂકી છે ત્યારે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રીઝર્વ બેંકના ગવર્નરે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને આજે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારતમાં ખરાબ ફુગાવાની અસર ન્યૂનતમ હતી અને ભારતીય રૂપિયો અન્ય કરન્સી સામે સૌથી ઓછો અસ્થિર બન્યો હતો. તેમના મતે મોંઘવારીનો સૌથી ખરાબ તબક્કો પાછળ છે.
ભારતનું નાણાકીય ક્ષેત્ર સ્થિર : RBI ગવર્નર
ફેડરલ બેંક દ્વારા આયોજિત 17મા કેપી હોર્મિસ મેમોરિયલ લેક્ચરમાં બોલતા દાસે કહ્યું કે આપણું વિદેશી દેવું મેનેજમેન્ટના દાયરામાં છે. આ બધા સિવાય આરબીઆઈ ગવર્નરે યુએસમાં સિલિકોન વેલી બેંકના પતન પર કહ્યું, ભારતનું નાણાકીય ક્ષેત્ર સ્થિર છે. આરબીઆઈએ રિસ્ક મેનેજમેન્ટ, સ્ટ્રેસ ટેસ્ટિંગ માટે પગલાં લીધાં છે અને તેથી આપણને ડૉલર વધવાથી કોઈ સમસ્યા નથી. ભારતીય સ્ટાર્ટઅપ્સ પાસે સિલિકોન વેલી બેંકમાં લગભગ $1 બિલિયન જમા છે અને તેમાંથી બહાર આવવા માટે તેમને વિવિધ રીતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
#WATCH | Recent developments in US banking system have brought to the fore the criticality of banking sector...building up capital buffers for any unanticipated future stress...: RBI Governor Shaktikanta Das at the 17th KP Hormis Commemorative Lecture, Kochi pic.twitter.com/FOf4eEomKy
ભારતના આઈટી રાજ્ય મંત્રીએ તેમને મદદ કરવા સૂચનો આપ્યા છે. મંત્રીએ સ્થાનિક બેંકોને આગળ આવવા અને તેમને વધુ ધિરાણ આપવા કહ્યું છે જેથી કરીને થાપણદારોને તેમના નાણાં ચૂકવી શકાય. તેમણે સૂચવ્યું કે ભારતીય બેંકો SVB માં ભંડોળ ધરાવતા સ્ટાર્ટઅપ્સને ડિપોઝિટ-બેક્ડ ક્રેડિટ લાઇન ઓફર કરી શકે છે. સ્ટાર્ટઅપ્સ બેંક ડિપોઝિટ પર નિયંત્રણ મેળવતાની સાથે જ અન્યત્ર ફંડ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરે છે. આનાથી આવનારું જોખમ ઓછું થશે શક્તિકાંત દાસને ગવર્નર ઓફ ધ યર એવોર્ડ માહિતી માટે તમને જણાવી દઈએ કે શક્તિકાંત દાસને ગવર્નર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારનું સન્માન મેળવવું દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. કોરોનાના બે વર્ષ દરમિયાન અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અર્થવ્યવસ્થાને વધુ સારી રીતે સંભાળવા બદલ તેમને પુરસ્કાર આપવામાં આવ્યો છે.