કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં આ વર્ષ દરમિયાન 10.3 ટકાનો મોટો ઘટાડો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ મંગળવારે આ વાત કહી. આ સાથે જ, આ સમયગાળા દરમિયાન વિશ્વની અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો અને અને 2021 માં 5.2 ટકાની મજબૂત વૃદ્ધિ સાથે વિકાસ થવાનો અંદાજ છે.
કોરોનામાં બેહાલ બનેલી ઈકોનોમીને લઈને આવ્યા સારા સમાચાર
IMFએ કહ્યું આ વર્ષે પટકાશે પરંતુ 2021માં ચીનથી આગળ નીકળશે
જો કે, આ સાથે જ આઇએમએફે કહ્યું છે કે, 2021માં ભારતીય અર્થવ્યવસ્થામાં સંભવિત 8.8 ટકાનો જોરદાર ઉછાળો આવશે જે ચીનને પછાડીને ઝડપથી વૃદ્ધિ પામી રહેલી અર્થ વ્યવસ્થામાં સ્થાન મેળવશે. ચીનના 2021માં 8.2 ટકા હાંસલ કરવાનું અનુમાન છે.
2022 માં તે 5.૨ ટકાની મજબૂત વૃદ્ધિ હાંસલ કરશે
આઇએમએફએ આ આગાહીઓ વિશ્વના આર્થિક દૃશ્ય અંગેના તાજેતરના અહેવાલમાં વ્યક્ત કરી છે. આ અહેવાલો આઇએમએફ અને વર્લ્ડ બેંકની વાર્ષિક વાર્ષિક બેઠક પૂર્વે જારી કરવામાં આવ્યા છે. તે જણાવે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં 2020 માં 4.4 ટકાનો ઘટાડો થશે અને 2022 માં તે 5.૨ ટકાની મજબૂત વૃદ્ધિ હાંસલ કરશે.
ચીન વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં એકમાત્ર દેશ હશે, જેણે 1.9 ટકા વૃદ્ધિ નોંધાવી
આઇએમએફના આ અહેવાલ મુજબ, યુ.એસ.ના અર્થતંત્રમાં વર્ષ 2020 માં 5.8 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, જ્યારે આવતા વર્ષે તેમાં 3.9 ટકાનો વિકાસ થશે. વર્ષ 2020 દરમિયાન, ચીન વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં એકમાત્ર દેશ હશે, જેણે 1.9 ટકા વૃદ્ધિ નોંધાવી છે.