બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / indian economy gdp growth negative fitch rating estimate

અનુમાન / ભારતની ઈકોનોમીને લઈને આવ્યા વધુ એક ખરાબ સમાચાર, ફીચે ઘટાડ્યું અનુમાન

Bhushita

Last Updated: 01:30 PM, 8 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેટિંગ એજન્સી ફિચે અનુમાન કર્યુ છે કે આ નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો મોટો ઘટાડો આવી શકે છે. એટલે કે જીડીપી ગ્રોથ માઈનસ 10.5 ટકા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને કારણે દેશની જૂન ત્રિમાસિક જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે.

  • રેટિંગ એજન્સી ફિચે કર્યું અનુમાન
  • જીડીપી ગ્રોથ માઈનસ 10.5 ટકા થઈ શકે
  • કોરોના સંકટના કારણે જૂન ત્રિમાસિકમાં આવ્યો 23.9 ટકાનો ઘટાડો

આ ભારતના આધુનિક ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો હતો. માર્ચમાં કડક લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થામાં મોટો ઘટાડો આવ્યો છે. ફિચે કહ્યું કે અર્થવ્યવસ્થાને ફરીથી ખોલ્યા બાદ ઓક્ટોબરથી ડિસેમ્બરની ત્રીજી ત્રિમાસિકમાં જીડીપીમાં સુધારો થવો જોઈએ, સંકેત તો એ વાતના દેખાઈ રહ્યા છે કે સુધારાની ગતિ ધીમી અને અસમાન રહેશે. 


ઉલ્લેખનીય છે કે દેશના ઘરેલૂ ઉત્પાદનમાં જૂન ત્રિમાસિકમાં લગભગ 24 ટકાનો ઘટાડો આવ્યો છે. તેને જોતાં જાણકારો કહી રહ્યા છે કે અર્થવ્યવસ્થાને માટે અન્ય રાહત પેકેજ આવવું જોઈએ. સરકાર એક અન્ય રાહત પેકેજ લાવી શકે છે. પરંતુ તે ત્યાં સુધી નહીં થઈ શકે જ્યાં સુધી માર્કેટમાં કોરોનાની વેક્સીન આવી નહીં જાય.

જૂન ત્રિમાસિકમાં આવ્યો મોટો ઘટાડો
કોરોના સંકટના કારણે એપ્રિલથી જૂનના આ નાણાંકીય વર્ષના પહેલાં ત્રિમાસિકના ઘરેલૂ ઉત્પાદનમાં 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો આવ્યો છે. એટલે કે જીડીપીમાં લગભગ એક ચતુર્થાંશનો ઘટાડો જોવા મળ્યો છે. પહેલી ત્રિમાસિકમાં સ્થિર કિંમતો પર એટલે કે રિયલ જીડીપી 26.90 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે છેલ્લા વર્ષના સમયે આ 35.35 લાખ કરોડ રૂપિયા હતો. આ રીતે તેમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સમયે જીડીપીમાં 5.2 ટકાનો વધારો થયો હતો. 


દેશની સીમામાં એક નક્કી સમયે તૈયાર દરેક વસ્તુઓ અને સેવાઓના કુલ મૌદ્રિક મુદ્રણ અને બજાર મૂલ્યને જીડીપી કહેવાય છે. આ કોઈ દેશના ઘરેલૂ ઉત્પાદનનું વ્યાપક માપ હોય છે. તેનાથી કોઈ દેશની અર્થવ્યવસ્થાની ઓળખનો ખ્યાલ આવે છે. જ્યારે અર્થવ્યવસ્થા મજબૂત હોય છે તો બેરોજગારી ઘટે છે. લોકોની આવક વધે છે. કારોબાર જગત પોતાના કામને વધારવા માટે માંગને પૂરા કરવા માટે વધારે ને વધારે લોકોને નોકરી આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Economy Fitch Growth India Rating અનુમાન અર્થવ્યવસ્થા ઘટાડો જીડીપી ફિચ રેટિંગ fitch rating
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ