બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Indian defence exports to grow to Rs 35,000 crore by 2024 Army Chief

આયોજન / ભારત બની રહ્યું છે ડીફેન્સ હબ, 5 વર્ષમાં 35 હજાર કરોડનું કરશે એક્સપોર્ટ

Divyesh

Last Updated: 07:43 AM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષા મંત્રાલયના અનુમાન મુજબ ભારત આગામી 5 વર્ષમાં પોતાનું સંરક્ષણ નિકાસ (Defence Exports) માં ત્રણ ગણો વધારો કરે તેવી સંભાવના છે. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે 2024 સુધીમાં ભારતનું સંરક્ષણ નિકાસ હાલમાં જે 11,000 કરોડ છે તેનાથી વધીને અંદાજે 35,000 કરોડ પ્રતિવર્ષ થઇ શકે છે.

5 વર્ષમાં ડીફેન્સ એક્સપોર્ટ ત્રણ ગણુ વધવાની શક્યતા
11,000 કરોડથી વધીને અંદાજે 35,000 કરોડ થશે

બિપિન રાવતનું શું કહેવું છે ? 

ઘણા દેશના રક્ષા ઉદ્યોગના પ્રતિનિધિઓ અને તેની સાથે જોડાયેલા લોકોની ઉપસ્થિતિમાં રાજધાનીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે અમે અમારી સુરક્ષાની જરૂરિયાતને પૂરી કરવા માટે રક્ષા ઉદ્યોગ તરફ જોઇ રહ્યાં છીએ. અમારા સીમા ક્ષેત્રને સક્રિય તેમજ વધુ મજબૂત બનાવા માટે ઘણી યોજનાઓ છે.

આ એક મોટો પ્રયત્ન છે

સેનાના વાઇસ ચીફ લેફિટનેન્ટ જનરલ એમએમ નારાવણે પણ કહ્યું કે અમે એક પ્રયત્ન કરી રહ્યાં છે કે જે પણ રક્ષાને લઇને ખરીદી હોય તેમાંથી મળનારા પૈસા પણ ભારતમાં જ રહે. તેમણે કહ્યું તમે જે પણ ઉત્પાદન કરશો તે અમે લઇ લેશું. 

16 ભારતીય કંપનીઓ સાથે 30 સમજૂતિ

ભારતીય રક્ષા ઉદ્યોગને મજબૂત કરવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી માટે 16 ભારતીય કંપનીઓ સાથે 30 સમજૂતિ કરાર કર્યાં છે. જેમાં ત્રણ સ્ટાર્ટઅપ છે. ગોવા યૂનિવર્સિટીમાં 17માંથી 19 ઓક્ટોબર વચ્ચે વાઇબ્રન્ટ ગોવા ગ્લોબલ એક્સપો એન્ડ સમિટ 2019 નું આયોજન થઇ રહ્યું છે, જ્યાં આ સમજૂતી કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Army chief Defence Export India ડીફેન્સ નિકાસ ભારત Defence export
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ