ક્યાં છે દેશભક્તિ? / દેશ માટે રમીને કમાયા કરોડો, રાષ્ટ્રને પરત આપવાના સમયે ક્રિકેટર્સના બેટ કેમ ટૂંકા પડી રહ્યાં છે?

Indian cricketers who earned millions of rupees playing cricket are reluctant in donating their money amid coronavirus crisis

કોરોના વાયરસનો કહેર ભારતમાં વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશ લોકડાઉનની પરિસ્થિતિમાં છે, ધંધા ઉદ્યોગો પડી ભાંગ્યા છે અને દેશ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. એવી સ્થિતિમાં દેશના સ્પોર્ટ્સ જગતના સેલિબ્રિટી સામે આવીને લોકોની તકલીફ દૂર કરવા માટે પોતાના ગજા જેટલું દાન આપીને દેશના કોરોના વિરુદ્ધના આ પવિત્ર યજ્ઞમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. જો કે ચોંકાવનારી વાત એ દેખાઈ રહી છે કે ક્રિકેટ જગત જે દેશમાંથી સૌથી વધુ નાણાં કમાઈ રહ્યું છે તેના દિગ્ગજ ક્રિકેટર્સ માત્ર ભાષણબાજી અને સલાહ આપતા વીડિયો સિવાય કંઈ આપી નથી રહ્યાં. ઈન્ડિય ક્રિકેટર્સ જે ભારતીયોના દિલની ધડકન છે; ભારતીયો તેમના માટે મરી મીટવા તૈયાર છે, જેઓ ક્રિકેટના ફેમને કારણે રાતોરાત સ્ટાર્સ બનીને જાહેરાતો અને ક્રિકેટ રમીને કરોડો રૂપિયાની રોકડી કરનારા ખેલાડીઓ આજે કોરોનાના સંકટ સામે મદદ આપવાની પરિસ્થિતિ આવીને ઉભી છે ત્યારે પાછી પાની કરતા કેમ દેખાઈ રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ