બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Indian Cricketers Daily Allowance For Away Tours Doubles By Bcci

આવક / ભારતીય ક્રિકેટર્સની 'કિસ્મત' ચમકી, હવે મળશે બમણું દૈનિક ભથ્થું

Juhi

Last Updated: 10:34 AM, 22 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશી પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોને મળતા દૈનિક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રશાસકોની સમિતિ (CoA) ખેલાડીઓને વિદેશી પ્રવાસ પર મળનારા દૈનિક ભથ્થાને બમણું કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ખેલાડીઓએ ભારતમાં થનારી ઇન્ટરનેશનલ સીરિઝમાં મળતા ભથ્થામાં વધારો કર્યો છે.

  • CoA એ ભારતીય ખેલાડીઓને વિદેશી પ્રવાસ પર મળતા દૈનિક ભથ્થા બમણું કરવાનો નિર્ણય કર્યો છે
  • ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોના દેશમાં જ થનારી ઇન્ટરનેશનલ સીરિઝમાં મળતા ભથ્થામાં વધારો કરવામાં આવ્યો
  • વિદેશ પ્રવાસ પહેલા ખેલાડીઓને દરરોજ 125 ડૉલર આપવામા આવતા હતા, હવે 250 અમેરિકન ડૉલર આપવામાં આવશે
  • મેચ ફી તે ખેલાડીઓને પણ મળે છે જેઓ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી.

દિલ્હીમાં CoA માં થયેલી બેઠકમાં હોમ સીરિઝમાં મળનારા દૈનિક ભથ્થા પર નિર્ણય કરવામાં આવ્યો. અત્યાર સુધી ભારતમાં રમનારી ઇન્ટરનેશનલ સીરિઝ માટે ખેલાડીઓને 100 ડૉલર બરાબર રૂપિયા મળતા હતા પણ અમેરિકન ડૉલરની રોજબરોજ બદલાતી કિંમતને કારણે દૈનિક ભથ્થુ નક્કી કરવાનો નિર્ણય કર્યો, જેનો ડૉલર સાથે કોઇ સંબંધ નથી. હવે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સને ઘરેલૂ મેચમાં દરરોજના 7500 રૂપિયા મળશે. 

જ્યાં સુધી વિદેશ પ્રવાસની વાત છે ત્યાં સુધી તમામ ખેલાડીઓને દરરોજ 125 ડૉલર આપવામાં આવે છે અને હવે તેમણે 250 અમેરિકન ડૉલર આપવામાં આવશે. આ ખર્ચામાં બિઝનેસ ક્લાકની મુસાફરી, રહેવાનુ અને લોન્ડ્રી પર થનારા ખર્ચથી અલગ છે, જેનું ધ્યાન BCCI રાખે છે. આ સદીનું શરૂઆતથી અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના દૈનિક ભથ્થામાં 1000 ગણાનો વધારો થઇ ગયો છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સંભવ છે કે વિનોદ રાયની પેનલમાં વિરાટ કોહલી એન્ડ કંપનીને મૌખિક રૂપથી આ અંગેની જાણકારી આપી છે. 

આ સાથે જ CoA એ સિલેક્ટર્સના દૈનિક ભથ્થામાં વધારો કર્યો છે. દૈનિક ભથ્થામાં પહેલા 3500 રૂપિયા હતા. જેણે બમણાથી વધારે ફિક્સ કરવામાં આવ્યુ છે. સિલેક્ટર્સને હવે દરરોજ 7500 રૂપિયા મળશે. સિલેક્ટર્સને વિદેશી પ્રવાસ પર પહેલા 250 ડૉલર આપવામાં આવતા હતા.

દૈનિક ભથ્થામાં  BCCI દ્વારા ખેલાડીઓને આપનારા મેચ ફીથી વધારે છે. એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. એકદિવસીય ઇન્ટરનેશનલ મેચ માટે 6 લાખ રૂપિયા અને T-20 ઇન્ટરનેશનલ માટે 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. મેચ ફી તે ખેલાડીઓને પણ મળે છે જેઓ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી. અત્યારે A+ કેટેગરીના ખેલાડીઓને 7 કરોડ, A કેટેગરીમાં 5 કરોડ, B કેટેગરીમાં 3 કરોડ અને C કેટેગરીમાં 1 કરોડ રૂપિયા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Salary Team India sports Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ