બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:48 PM, 5 September 2024
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું છે. રવિન્દ્ર જાડેજાની પત્ની પહેલેથી જ ભાજપમાં છે તેઓ જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય પણ છે.
ADVERTISEMENT
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024
પત્નીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા જોડાયો છે. તેની પત્ની રીવાબાએ સોશિયલ મીડિયા પર નવા સભ્ય તરીકે પોતાનો ફોટો શેર કરીને આ માહિતી આપી છે. વિધાનસભાની ચૂંટણી વખતે પણ જાડેજા પત્ની સાથે જોવા મળ્યા હતા. તેણે ઘણા રોડ શોમાં પણ ભાગ લીધો હતો. આ સાથે જ હવે જાડેજા ભાજપમાં નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. જો કે પાર્ટીમાં તેમની ભૂમિકા શું હશે તે હજુ સ્પષ્ટ નથી.
🚨 Cricketer Ravindra Jadeja has joined BJP.
— Political Quest (@PoliticalQuestX) September 5, 2024
His wife Rivaba Jadeja is already a BJP MLA from North Jamnagar, Gujarat. #Jadeja #BJP pic.twitter.com/16lIapW8sF
2019માં રિવાબા ભાજપમાં જોડાયા હતા
જાડેજાની પત્ની રીવાબા 2019માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને 2022માં જામનગર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યાં તેણે કરશનભાઈ કરમુરને હરાવીને જીત મેળવી હતી.
જાડેજાએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ
રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ભારત માટે 74 T20 મેચ રમીને 515 રન બનાવ્યાં હતા. જાડેજાની બોલર તરીકે પણ શ્રેષ્ઠ કારકીર્દી રહી છે અને 54 વિકેટ પણ લીધી છે. T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તે વનડે અને ટેસ્ટ રમવાનું ચાલુ રાખશે. તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાએ પણ દુલીપ ટ્રોફી 2024 ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જો કે, તેમણે પાછી ખેંચવા માટે કોઈ નક્કર કારણ જણાવ્યું ન હતું. એવું માનવામાં આવે છે કે જાડેજાએ અંગત કારણોસર આ નિર્ણય લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.