indian cricket team players wear the name of their mother on jersey
Mothers Day /
ઐતિહાસિક ઘટના: જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ ગર્વથી 'માં'ના નામની ટી-શર્ટ પહેરીને ઉતર્યા મેદાનમાં
Team VTV11:09 AM, 08 May 22
| Updated: 11:17 AM, 08 May 22
મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે મનાવાય છે, આજે એટલે કે, આઠ તારીખે મે મહિનાનો બીજો રવિવાર સમગ્ર દુનિયામાં મધર્સ ડે તરીકે ઉજવાય છે.
આજે મધર્સ ડે
ભારતીય ખેલાડીઓ માતાના નામની ટી શર્ટ પહેરી મેદાનમાં ઉતરી હતી
વિશ્વમાં આ ઘટનાની થઈ હતી ચર્ચા
મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે મનાવાય છે, આજે એટલે કે, આઠ તારીખે મે મહિનાનો બીજો રવિવાર સમગ્ર દુનિયામાં મધર્સ ડે તરીકે ઉજવાય છે. દરેકના જીવનમાં માતાનું મહત્વ હોય છે, જેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. એવું કહેવાય છે કે, ભગવાન સૌ કોઈની સાથે રહી શકતો નથી, એટલા માટે તેણે આ દુનિયામાં માતા બનાવી. એક્ટર્સથી લઈને પ્લેયર્સ સુધી સૌ કોઈના જીવનમાં માતાનું આગવું મહત્વ હોય છે.
ખાસ કરીને ભારતીય ટીમના ખેલાડીઓ ઘણી વાર ઉલ્લેખ કરી ચુક્યા છે, ત્યારે આવા સમયે સૌ કોઈના જીવનમાં માતાનું યોગદાન દર્શાવવા માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ફરી એક વાર માતાના નામની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. તે દિવસ આજે પણ ક્રિકેટની દુનિયાામં નોંધાયેલો છે. કારણ કે આવું ક્રિકેટની દુનિયામાં પહેલી અને અંતિમ વાર બન્યું હતું.
આ ઘટના વર્ષ 2016ની 29 ઓક્ટોબરની છે. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ટેસ્ટ સીરીઝ 3-0 બાદ ભારતીય ટીમ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં પાંચ મેચોની વન ડે સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. શરૂઆતની બે મેચમાં ભારતે બે અને ન્યૂઝીલેન્ડે બે મેચ જીતી હતી. અંતિમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાવાની હતી.
આ વન ડેમાં આમ તો બધું નોર્મલ હતું, પણ ખેલાડીનો અંદાજ બદલાયેલો હતો. ખેલાડીઓની જર્સીનો રંગ વાદળી જ હતો, પણ જર્સી પાછળ લખેલા નામ બદલાઈ ગયા હતા, જ્યાં ખેલાડીઓના નામની જગ્યાએ તેમની માતાના નામ લખેલા હતા. દિવસ બદલાયેલો હતો, તારીખ પણ બદલાયેલી હતી, પણ ઉદ્દેશ્ય એક હતો અને તે પછી દુનિયાને પોતાની માતાનું મહત્વ સમજાવવાનો.
આવું પહેલી વાર બન્યું હતું કે, જ્યારે કોઈ ટીમ ગર્વ સાથે માતાના નામની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈંડિયાના આ ખાસ અંદાજથી સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેની પાછળનો તર્ક એવો હતો કે, સૌ કોઈના જીવનમાં માતાનું યોગદાન સૌથી વધારે અને સૌથી મોટું હોય છે. તો પછી ખાલી પિતાનું નામ લઈને જ શા માટે મેદાનમાં ઉતરીએ.
તેના માટે થઈને આખું કેમ્પેઈન તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રોમોમાં ધોનીને જ્યારે પત્રકાર પૂછે છે કે, સર આપની ટી-શર્ટ પર માતાનું નામ લખેલું છે. કોઈ ખાસ કારણ ? તેને લઈને કેપ્ટન કુલ કહે છે કે, વર્ષોથી જ્યારે મેં પિતાના નામથી ટી શર્ટ પહેરતો હતો, ત્યારે તો આપે મને પૂછ્યું નહોતું.