બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સૂર્યકુમાર યાદવની ટેસ્ટ ટીમમાં થઈ શકે વાપસી, બાંગ્લાદેશ સામેની મેચ પહેલા રિપોર્ટમાં ખુલાસો

ક્રિકેટ / સૂર્યકુમાર યાદવની ટેસ્ટ ટીમમાં થઈ શકે વાપસી, બાંગ્લાદેશ સામેની મેચ પહેલા રિપોર્ટમાં ખુલાસો

Last Updated: 12:55 AM, 16 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમને આવતા મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. સૂર્યકુમાર યાદવ જેને ટી-20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે આ શ્રેણીમાંથી વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે માત્ર 1 ટેસ્ટ રમનાર આ બેટ્સમેનને પસંદગીકારો તક આપી શકે છે.

ICC T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડના સ્થાને નવા કોચ તરીકે ગૌતમ ગંભીરને જવાબદારી સોંપવામાં આવી છે. રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે તેની ટેસ્ટ ટીમમાં વાપસીના સમાચાર છે.

suryakumara-yadav.jpg

કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યકુમાર યાદવને બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે. ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટેસ્ટ ટીમમાં વાપસી કરવા જઈ રહ્યા છે. ભારતને ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. પસંદગીકારો આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવને તક આપી શકે છે. આ સિરીઝ આવતા મહિનાથી બાંગ્લાદેશ સામે રમાશે. જ્યારે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 16 ઓક્ટોબરથી શરૂ થશે. સૂર્યકુમાર યાદવ બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે. મુંબઈને ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું છે, જેની કેપ્ટન્સી સરફરાઝ ખાનને આપવામાં આવી છે. સૂર્યા ચાર દિવસીય ફોર્મેટમાં રમાનારી આ ફર્સ્ટ ક્લાસ મેચમાં પોતાની તૈયારીને વધુ મજબૂત કરવા ઈચ્છશે. આ પછી તે દુલીફ ટ્રોફીમાં પણ રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે.

વધુ વાંચો : ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર, ભારતમાં નહીં રમાય આ લીગ, જય શાહનું મોટું નિવેદન

સૂર્યકુમાર ટેસ્ટ માટે પરત ફરશે

સૂર્યકુમાર યાદવનું ટેસ્ટ ડેબ્યૂ વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે થયું હતું. ભારતીય ટીમે આ મેચ એક ઇનિંગ્સ અને 132 રને જીતી લીધી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે બીજી ઇનિંગમાં ભારતીય ટીમને બેટિંગ કરવાની જરૂર નહોતી.

સંકળાયેલા મુદ્દાઓ

Indiancricketteam SuryakumarYadav Testseries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ