પોરબંદરમાં આજે કોસ્ટગાર્ડ દ્વારા કોસ્ટલ કલીનઅપ ડેની ઉજવણી કરાઈ. ચોપાટી ખાતે કોસ્ટગાર્ડના જવાનો અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. સફાઈ અભિયાનમાં પોરબંદરની અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો શાળા કોલેજોના વિદ્યાથીઓ કોસ્ટગાર્ડના કર્મચારીઓ જોડાયા હતા.
દરિયામાં થતું પ્રદુષણ અટકે અને દરીયાઈ જીવસૃષ્ટી તેમજ વનસ્પતિનો બચાવ થાય તેવા હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાથીઓને દરીયાકાંઠાની સફાઈથી થતા ફાયદા અંગે માહિતગાર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે અમેરીકામાંથી ઈન્ટરનેશનલ કોસ્ટલ કલીનપ ડેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ભારતમાં પણ સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે દર વર્ષે આ વ્લર્ડ કલીનઅપ ડે ની ઉજવણી થાય છે.
આપને જણાવી દઇએ કે ભારતમાં પણ સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે દર વર્ષે આ વ્લર્ડ ક્લીનઅપ ડેની ઉજવણી થાય છે. જેમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ કોસ્ટગાર્ડ ધ્વારા ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં પોરબંદરની અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ શાળા કોલેજોના વિદ્યાથીઓઅને કોસ્ટગાર્ડના કર્મચારીઓ પણ જોડાયા હતા.
તાજેતરમાં હાથ ધરાયેલ અભિયાનમાં દરીયામાં થતું પ્રદુષણ અટકે અને દરીયાઈ જીવસૃષ્ટી તેમજ વનસ્પતિનો બચાવ થાય તેવા હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાથીઓને દરીયાકાંઠાની સફાઈથી થતાં ફાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સફાય અભિયાન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ સ્વચ્છ ભારત મિશનને પણ સાર્થક કરાયું હતું.