બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / indian citizenship billionaires lakhs of people leaving india

ચિંતાનો વિષય / ભારતમાંથી મહાપલાયન: છેલ્લા 7 વર્ષમાં સાડા આઠ લાખથી વધારે લોકોએ દેશ છોડ્યો, લઈ રહ્યા છે વિદેશની નાગરિકતા

Pravin

Last Updated: 12:16 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ છોડીને વિદેશમાં નાગરિકતા લેનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા સાત વર્ષમાં લાખો લોકોએ વિદેશની નાગરિકતા લીધી છે અને ભારત દેશ છોડી દીધો છે.

  • દેશ છોડીને વિદેશોમાં નાગરિકતા લેતા લોકો
  • દેશ છોડનારા લોકોની સંખ્યામાં વધારો થયો
  • છેલ્લા સાત વર્ષમાં 8 લાખથી વધારે લોકોએ દેશ છોડ્યો

દેશમાં એવો માહોલ બની રહ્યો છે કે, અહીં અદ્વિતિય વિકાસ થઈ રહ્યો છે. લોકો ફક્ત આર્થિક જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રમાં કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે, પણ આ દાવાની વચ્ચે ભારતમાંથી થઈ રહેલા મહાપલાયનને આપ દ ગ્રેટ ઈંડિયન માઈગ્રેશન એવું નામ પણ આપી શકો છો. દરરોજ 350 ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે. એવું નથી કે, ફક્ત બેરોજગારી અને ગરીબીથી ત્રસ્ત લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પણ માહોલ એવો છે કે, અબજોપતિઓ પણ ભાગી રહ્યા છે. ચોંકાવનારા આ આંકડા જોઈને આપ પણ કહેશો, કે આવું કેમ થઈ રહ્યું છે. 

7 વર્ષમાં 8.81 લાખ ભારતીયોએ છોડી દેશની નાગરિકતા

લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2015થી 30 સપ્ટેમ્બર 2021ની વચ્ચે લગભગ 9 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આ આંકડા અનુસાર દરરોજ લગભગ 350 ભારતીયો દેશ છોડી રહ્યા છે. રાયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય પાસે મળી રહેલા આંકડા અનુસાર હાલમાં કુલ 1,33,83,718  ભારતીયો વિદેશમાં વસી રહ્યા છે. 

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં 1,33,049 ભારતીયોએ નાગરિકતા છોડી. 2018માં 1,34,561 તો વળી 2019માં 1,44,017, જ્યારે 2020માં 85,248 અને 30 સપ્ટેમ્બર  2021 સુધી 1,11,287 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી.

ક્યા દેશમાં જવા માગે છે લોકો

ભારત છોડીને જનારા લોકોની સૌથી પહેલી પસંદ અમેરિકા છે. દેશ છોડીને જનારા લોકોમાં 42 ટકા લોકોએ અમેરિકાની નાગરિકતા લીધી છે. બીજી પસંદ કેનેડા છે. જ્યારે 2017થી 2021ની વચ્ચે 91 હજાર ભારતીયોએ નાગરિકતા લીધી છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા છે, જ્યાં 86,933 ભારતીયો પાંચ વર્ષમાં નાગરિક બન્યા છે. ત્યાર બાદ ઈંગ્લેન્ડમાં 66,193 અને 23,490 ભારતીયોએ ઈટલીની નાગરિકતા મેળવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian citizenship citizenship leaving india people નાગરિકતા ભારતીય નાગરિકતા વિદેશ indian citizenship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ