ભારતીય સેનાનાં જવાનોનો માઇનસ 25 ડિગ્રી તાપમાનમાં ટ્રેનિંગ લઈ રહેલા ભારતીય સેનાના ITBP નાં જવાનોનો Video viral થયો હતો. આ વિડીયો જોઈને ભારતીય તરીકે તમારી છાતી ફુલાઈ જશે.
ભારતીય સેનાનાં કેટલાક વિડીયો આજકાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં કડકડતી ઠંડીમાં દેશના જવાનો ખડે પગે આપણી રક્ષા કરતાં દેખાય છે. આપણે અહીં શાંતિથી ઊંઘી શકીએ એ માટે સરહદે તેઓ આપણી રક્ષા કરતાં હોય છે. સૈનિકોની હિંમત અને સહનશક્તિને સલામ કરવાનું મન થઈ આવે એવા કરતબો પણ કરી બતાવે છે. ઉત્તરાખંડમાં ભારે ઠંડી અને બરફ વચ્ચે ભારત તિબેટ સીમા પોલીસ દળ માઇનસ 25 ડિગ્રી તાપમાનમાં પણ સીમા ક્ષેત્રમાં એક ઊંચાઈ વાળા વિસ્તારમાં ટ્રેનિંગ કરતાં નજરે ચડયા હતા.
#WATCH उत्तराखंड: अत्यधिक ठंड और भारी बर्फ के बीच भारत-तिब्बत सीमा पुलिस बल(ITBP) माइनस 25 डिग्री तापमान में सीमा क्षेत्र में एक उच्च ऊंचाई वाले इलाके में ट्रेनिंग कर रहे हैं। (वीडियो सोर्स: ITBP) pic.twitter.com/eZJLXuDAin
ચીન સાથે સરહદ પર તૈનાત આપણા સૈનિકોની ક્ષમતાઓને વધારતા ભારતીય સેનાએ ઉત્તરી સિક્કિમ વિસ્તારમાં તૈનાત સૈનિકોને લેટેસ્ટ અસોલ્ટ રાઈફલ અને ઓલ ટેરેન વ્હીકલ (ATV) આપ્યા છે. હાલમાં બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષમતા વધારવાનો છે. તથા સૈનિકોને સક્ષમ બનાવવાનો છે. ખાસ કરીને કડક અને સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત સૈનિકોને પોતાના ઓપરેશનલ ટાસ્કને સરળતાથી કરવામાં સક્ષમ બનાવવાનો છે.
સેનાએ કહ્યું કે, ભારતીય સેનાએ છેલ્લા કેટલાય વર્ષોમાં અત્યાધુનિક હથિયાર પ્લેટફોર્મ અને આધુનિક ઉપકરણ શામેલ કર્યા છે. અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં જવાનો બરફ વચ્ચે કડકડતી ઠંડીમાં 6.5 કિમી ચાલીને એક ગર્ભવતી મહિલાને મદદ કરી હતી. એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. ખરાબ રસ્તા અને કપરી સ્થિતિ છતાં સેનાની ટીમે મહિલાને બોનિયાર સ્થિત પ્રાથમિક સ્વાસ્થ્ય દેખરેક (પીએચસી) કેન્દ્ર પોંચાડાય્ છે. એક પ્રેસ જાહેરાત અનુસાર બોનિયાર તાલુકામાં નિયંત્રણ રેખા સાથે લાગેલા ઘગ્ગર હિલ ગામમાં ભારતીય સેના પોસ્ટને 8 જાન્યુઆરી સવારે 10.30 વાગે એક સંકટપૂર્ણ કોલ મળ્યો. જેમાં સ્થાનીય લોકો એક ગર્ભવતી મહિલાઓ માટે તત્કાલ ચિકિત્સા સહાયતાની અપીલ કરી જેની સ્થિતિ ગંભીર હતી.