બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Indian Army made preparations before 'Biparjoy' struck

સેવાનો જોશ હાઇ / ભારતીય સેના એલર્ટ: ‘બિપોરજોય’ ત્રાટકે તે પહેલાની તૈયારીઓ, પૂર રાહત કોલમનું રિહર્સલ, જુઓ તસવીરો

Dinesh Chaudhary

Last Updated: 10:40 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ નલિયા, દ્વારકા અને અમરેલીમાં સમુદ્રકાંઠા તરફના સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું છે

  • ભારતીય સૈન્યએ ‘બિપરજોય’ ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી                   
  • અમરેલીમાં સમુદ્રકાંઠા તરફના સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરાયું
  • નાગરિક પ્રશાસન તેમજ NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન

 

ભારતીય સૈન્યએ કુદરતી આપદાના સમયે લોકોને થનારી સંભવિત મુશ્કેલીઓને હળવી કરવાના પોતાના મક્કમ સંકલ્પને અનુરૂપ, ગુજરાત તરફ આવી રહેલું ભયંકર ચક્રવાત બિપરજોય જમીન વિસ્તારમાં ત્રાટકે તે પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારી કરી લીધી છે. 

પૂર રાહત કોલમનું રિહર્સલ
ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ નલિયા, દ્વારકા અને અમરેલીમાં સમુદ્રકાંઠા તરફના સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું છે અને તેને તૈયાર રાખવામાં આવ્યા છે. સૈન્ય સત્તાધીશોએ નાગરિક પ્રશાસન તેમજ NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. આ સંવાદથી આપદા વ્યવસ્થાપન સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને એકબીજા પાસેથી લાભ મેળવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે. 

 કટોકટીના સમયે સંપૂર્ણ સમર્થનનું વચન
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને કટોકટીના સમયે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું. તોફાની પવનો અને ભારે વરસાદના પગલે ઓછું નુકસાન થાય તેની ખાતરી કરવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Biparjoy Cyclone Biparjoy indian army બિપરજોય વાવાઝોડું ભારતીય સૈન્ય Cyclone Biparjoy Indian Army
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ