Indian Army helicopter crashes in Jammu and Kashmir
દુર્ઘટના /
જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, યુદ્ધના ધોરણે હાથ ધરાયું રેસ્કયું ઓપરેશન
Team VTV12:18 PM, 03 Aug 21
| Updated: 12:35 PM, 03 Aug 21
જમ્મુ કાશ્મીરના કઠુંઆ વિસ્તારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. હેલિકોપ્ટર ડેમ વિસ્તારમાં ખૂબ નીચેથી ઉડાન ભરતું હતું જેથી તે ક્રેશ થયું તેવી માહિતી સામે આવી છે.
જમ્મૂ-કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ
કઠુંવા વિસ્તારમાં બની દુર્ઘટના
સવારે 10.20 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થયું
Kathua, J&K: An Indian Army helicopter crashes near Ranjit Sagar Dam. Details awaited. pic.twitter.com/ULx3NTeIhD
જમ્મૂ-કાશ્મીરના કઠુંઆ વિસ્તારમાં આજે સવારના સમયે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ તઈ ગયું છે. કઠુઆમાં આવેલ રણજીત સાગર ડેમના ઝરણા પાસે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી સામે આી છે. ઘટના બાદ તુરંત બચાનવ કાર્યો પણ કરવામાં આવ્યા.
ઓછી ઉંચાઈએ ઉડવાને કારણે ક્રેશ
3 ઓગસ્ટ સવારના 10.20 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું માહિતી સામે આવી છે.હેલિકોપ્ટર ડેમ વાળા વિસ્તારમાં ઓછી ઉંચાઈએ ઉડી રહ્યું હતું. બાદમાં તે ડેમ પાસેજ ક્રેશ થયું તેવી સૂત્રો દ્વારા માહિતી સાને આવી છે.
રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે
આ ઘટના બાદ NDRFની ટીમ ત્યા પહોચી ચૂંકી છે અને રેસક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જોકે હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા. કોઈને જાનહાની પહોચી છે કે નથી પહોચી તે મામલે હજું કોઈ માહિતી સામે નથી આવી.