બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / ભારતીય સેનાના ખેલાડીઓ લેશે પેરિસ રમતોમાં ભાગ, પહેલી વાર મહિલાઓ પણ થશે સામેલ
Last Updated: 11:20 AM, 21 July 2024
પેરિસ ઓલિમ્પિક 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે. ગયા વર્ષે ભારતે ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતે નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. હવે એ જોવાનું રહ્યું કે આ વખતે ભારત કેટલા મેડલ જીતે છે.
ADVERTISEMENT
Feel good to see our Army at Paris Olympics pic.twitter.com/2z3qQIZA58
— Sumit Joshi (@iSumitjoshi) July 20, 2024
ભારતીય ટુકડી પેરિસ ઓલિમ્પિક માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાંથી તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને પાર કરવાનો પ્રયાસ કરશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 સભ્યોની ટુકડી મોકલવાનું નક્કી કર્યું છે, જેમાં આર્મીના 24 ખેલાડીઓ પણ સામેલ છે.
ADVERTISEMENT
Plus que 6 jours avant le début des Jeux de Paris 2024 !
— Paris 2024 (@Paris2024) July 20, 2024
La Relais de la Flamme a fait étape au Site Nautique de Vaires-sur-Marne et tout est prêt ! 🔥
On vous attends nombreux pour le début des compétitions 🤩 pic.twitter.com/ruv733W8XY
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા એ 24 ખેલાડીઓમાં સામેલ છે જેઓ સેનામાં છે. રક્ષા મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, પહેલીવાર ઓલિમ્પિક ટીમમાં સેનાની બે મહિલા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ 2022ની બ્રોન્ઝ મેડલ વિજેતા હવાલદાર જાસ્મીન લેમ્બોરિયા (બોક્સિંગ) અને 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા સીપીઓ રિતિકા હુડા એ બે મહિલા ખેલાડીઓ છે જે પહેલીવાર આર્મી ટીમમાં સામેલ છે.
સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ ભારતીય સેનામાં સુબેદાર છે. આ વખતે પણ તેને ગોલ્ડ મેડલની આશા છે. તેણે 2023 એશિયન ગેમ્સ, 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 2024 ડાયમંડ લીગ અને 2024 પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.