વીરતાને સલામ /
જિંદગીની જંગ હાર્યો ભારતનો જાંબાઝ શ્વાન, આતંકીઓની બે ગોળી વાગ્યા બાદ પણ બતાવ્યું હતું પરાક્રમ
Team VTV03:55 PM, 13 Oct 22
| Updated: 04:03 PM, 13 Oct 22
જમ્મૂ - કાશ્મીરનાં અનંતનાગ જીલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક શ્વાન ઝૂમ ઘાયલ થયો હતો અને હવે તેનું નિધન થયું છે.
સેનાનાં અસોલ્ટ ડોગ ઝૂમનું નિધન
આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો
ગોળી લાગ્યા બાદ પણ લડતો રહ્યો શ્વાન
સેનાના અસોલ્ટ ડોગ ઝૂમનું ગુરુવારે એટલે કે 13 ઓકટોબરનાં રોજ બપોરે લગભગ 12 વાગ્યે નિધન થયું છે. તેનો ઈલાજ આર્મીની 54 એએચવીએચ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. સેનાઆ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઝૂમની સ્થિતિમા સુધાર થઈ રહયો હતો. સવારે લગભગ 11:45 સુધીમાં તે ઠીક લાગી રહયો હતો, પણ અચાનક તે હાંફવા લાગ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું.
Army Assault Canine 'Zoom' laid down his life in the line of duty. He suffered gunshot wounds during Op Tangpawa on 09 Oct 22 where he fought gallantly with terrorists, saving lives of soldiers. His selfless commitment and service to the Nation will be remembered forever. pic.twitter.com/R6i7Cv5WG5
આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો
આતંકવાદીઓની હાજરીની જાણકારી મળવા પર સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીર સ્થિત આ જીલ્લાના તંગપાવા વિસ્તારમાં રવિવારે એટલે કે ૯ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે ઘેરાબંધી અને તપાસનું અભિયાન શરુ કર્યું હતું. સોમવારે એટલે કે 10 ઓક્ટોબરની સવારે સેનાએ 'ઝૂમ' નામના પોતાના હુમલો કરનાર શ્વાનને તે ઘરની અંદર મોકલ્યો, જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. તેમણે કહ્યું કે ઝૂમ આ પેહલા પણ ઘણા સક્રિય અભીયાનોનો હિસ્સો રહી ચુક્યો છે. અધિકારીઓએ કહ્યું કે આ વખતનાં અભિયાનમાં આતંકવાદીઓની બે ગોળી લાગવા પર તે ઘાયલ થઇ ગયો છે.
ગોળી લાગ્યા બાદ પણ લડતો રહ્યો શ્વાન
અધિકારીઓએ જણાવ્યું કે જૂમે ઓળખાણ કાર્ય બાદ આતંકીઓ પર હુમલો કર્યો, જે દરમિયાન તેને બે ગોળી વાગી. તેમણે કહ્યું કે ઝૂમ લડતો રહ્યો અને પોતાનું કામ પૂરું કર્યું, જેના પરિણામસ્વરૂપ બે આતંકીઓ માર્યા ગયા હતા.