બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડાના સામાન્ય કૉફી હાઉસમાં નોકરી મેળવવા યુવાનોની પડાપડી, ભારતીયો પણ સામેલ! જુઓ વાયરલ Video

NRI ન્યૂઝ / કેનેડાના સામાન્ય કૉફી હાઉસમાં નોકરી મેળવવા યુવાનોની પડાપડી, ભારતીયો પણ સામેલ! જુઓ વાયરલ Video

Last Updated: 11:01 AM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓ પણ દેશમાં નોકરી શોધી રહ્યા હતા, પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી.

સમગ્ર વિશ્વમાં બેરોજગારીની સમસ્યા ગંભીર બની રહી છે. આ દરમિયાન તાજેતરમાં કેનેડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં એક જોબ ફેરમાં સેંકડો લોકો આવ્યા છે જેમાંથી ઘણા ભારતીયો પણ આવ્યા છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો કેનેડામાં નોકરીની કટોકટી અને વધતી બેરોજગારી તરફ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ સાથે હવે ભારતીય વિદ્યાર્થીઓની બેરોજગારી પર પણ પ્રશ્ન ચિહ્નો ઉભા થઈ રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર આ વીડિયોમાં નિશાતે જણાવ્યું છે કે, તે ટોરોન્ટોમાં એક વિદ્યાર્થી છે અને એક મહિનાથી પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યો છે. જો કે તે સમયના 30 મિનિટ પહેલા જોબ ફેરમાં પહોંચી ગયો હતો, તેણે જોયું કે ત્યાં પહેલેથી જ ઉમેદવારોની લાંબી કતાર હતી. તેમણે કહ્યું, જોબ ફેરમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ પહેલેથી જ આવ્યા હતા. લાંબી લાઈન જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે અહીં શું થઈ રહ્યું છે.

આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં નિશાતે કહ્યું કે, ટિમ હોર્ટન્સના કર્મચારીઓએ તેનો રેઝ્યૂમે લીધો તેને તેના શેડ્યૂલ વિશે પૂછ્યું અને તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તેમ કહીને કાઢી મૂક્યો. આ પછી નિશાત શહેરના એક અલગ ભાગમાં રહેવા ગયો જે તેના ઘરથી દૂર હતો જેથી તે અન્ય સ્ટોરમાં નોકરી માટે અરજી કરી શકે. નિશાતે કહ્યું કે, મને ખબર નથી કે મને કોઈ સ્ટોરમાં નોકરી મળશે કે નહીં. તેથી તે મારા માટે સંઘર્ષથી ભરેલો દિવસ હતો.

વધુ વાંચો : ગ્રીન કાર્ડને લઈ ટ્રમ્પનું મોટું એલાન, સીધો જ અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને થશે ફાયદો

જોબ ફેર અને સંઘર્ષ

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે નિશાતે લખ્યું કે, મારા મિત્ર ટિમ હોર્ટન્સમાં જોબ ફેર અને સંઘર્ષ હજુ બાકી છે. આ દરમિયાન વાયરલ થઈ રહેલો આ વીડિયો કેનેડામાં નોકરીની કટોકટી અને વધતી બેરોજગારી દર્શાવે છે. આ સમય દરમિયાન અન્ય ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓ પણ દેશમાં નોકરી શોધી રહ્યા હતા, પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Job Vacancy NRI News Canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ