Indian American Shasti Conrad elected for post of Washington State Democratic Party chair
વિદેશમાં સન્માન /
અમેરિકામાં છવાઈ ભારતીય મૂળની યુવતી શાસ્તી કોનરાડ, બની બાયડનની પાર્ટીની સ્ટેટ પ્રેસિડન્ટ
Team VTV08:15 PM, 30 Jan 23
| Updated: 08:20 PM, 30 Jan 23
અમેરિકામાં ભારતીય મૂળના યુવા મહિલા શાસ્તી કોનરાડની વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ તરીકે નિયુક્તી કરાઈ છે.
અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની મહિલાનું મળ્યું મોટું સન્માન
શાસ્તી કોનરાડ બન્યાં વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ
શાસ્તી કોનરાડ છે ભારતીય મૂળના રાજકીય સલાહકાર
અમેરિકાની શાસક પાર્ટી છે ડેમોક્રેટિક
ભારતીય મૂળની મહિલાઓ અમેરિકામાં મોટા મોટા પદ શોભાવી રહી છે. હવે અમેરિકાની શાસક પાર્ટી ડેમોક્રેટિકે ભારતીય મૂળની યુવતી એક મોટું પદ સોંપ્યું છે. રાજકીય સલાહકાર શાસ્તી કોનરાડ વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આ સાથે જ તેઓ અમેરિકામાં સ્ટેટ પાર્ટી ચીફ તરીકે ફરજ બજાવનાર સૌથી નાની વયની અને પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા બની ગયા છે. વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટિક પાર્ટીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આજે, શાસ્તી કોનરાડને વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટ્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે." કોનરાડ વોશિંગ્ટન સ્ટેટ ડેમોક્રેટ્સના પ્રમુખ તરીકે ચૂંટાયેલી પ્રથમ અશ્વેત અને સૌથી નાની વયની મહિલા છે.
Congratulations to @ShastiConrad, newly elected Chair of the Washington Democratic Party!
I've had the privilege of working with Shasti on two campaigns. She is an incredibly smart, inclusive and effective organizer and coalition builder. @washdems https://t.co/amxkMOgwS0
— Michelle Deatrick, DNC Climate Council Chair (@MDeatrick) January 29, 2023
ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું-શાસ્તી
સ્ટેટ પ્રેસિડન્ટ બન્યાં બાદ શાસ્તીએ કહ્યું કે સ્ટેટ પાર્ટીના પ્રમુખ તરીકે ઉત્કૃષ્ટ સફળતાને આગળ વધારવાની તક મળવા બદલ હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું. હું દરેક સમુદાયના ડેમોક્રેટ નેતાઓ સાથે ફિલ્ડ ઓપરેશન હાથ ધરવા માટે કામ કરવા આતુર છું. કોનરાડે 2018 થી 2022 સુધી માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર કાઉન્ટી ડેમોક્રેટ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે પ્રથમ વખત સત્તા સંભાળી ત્યારે દેવામાં ડૂબેલી કાઉન્ટી પાર્ટી ઓર્ગેનાઇઝેશન માટે લગભગ 300,000 યુએસ ડોલર એકત્ર કર્યા હતા.
Today I’ll be standing for election as our next state party chair, and I know that with this broad, diverse coalition we’ve assembled that I’ll be ready to hit the ground running on day one! pic.twitter.com/yHUzJlez1m
અમેરિકામાં જો બાયડનની ડેમોક્રેટિક પાર્ટીનું શાસન
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલમાં ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે અને જો બાયડન પ્રેસિડન્ટ છે. ડેમોક્રેટિક પાર્ટીએ એક ભારતીય મૂળના મહિલાને ખૂબ મોટી જવાબદારી સોંપી છે.