બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / Indian Air Force To Buy 18 Sukhoi Su-30 MKIs, 21 MiG-29 From Russia

સુરક્ષા / સુખોઈ-30 MKI મલ્ટીરોલ ફાઈટર જેટ્સ બનશે વાયુસેનાની તાકાત, ભારત-રશિયા વચ્ચે થશે સોદો

vtvAdmin

Last Updated: 12:04 AM, 11 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વાયુસેના તાકાતમાં ધરખમ વધારો થવાનો છે. ભારત રશિયા પાસેથી વધુ સ્ક્વાર્ડન ઘાતક એવા સુખોઈ-30 MKI મલ્ટીરોલ ફાઈટર જેટ્સ ખરીદવાની તૈયારી કરી છે. આ સોદાને લઈને બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ કરી દેવાઈ છે અને આ કરાર ભારત-રશિયા વચ્ચે થવાનો છે અને ઝડપથી આ પ્લેન ભારતને મળવાની શક્યતા છે.

ભારતીય વાયુસેના તાકાતમાં ધરખમ વધારો થવાનો છે. ભારત રશિયા પાસેથી વધુ સ્ક્વાર્ડન ઘાતક એવા સુખોઈ-30 MKI મલ્ટીરોલ ફાઈટર જેટ્સ ખરીદશે. રશિયાના સૂત્રોના પ્રમાણે આ સોદો ફાસ્ટટ્રેક રૂટથી થઈ રહ્યો છે. માટે ફાઈટર જેટ્સ આપવાનો નિર્ણય લેવાયા બાદ ખુબ જ ઝડપથી ભારતીય વાયુસેનાને યુદ્ધ વિમાન સોંપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆ પણ 9 જુલાઈથી 12 જુલાઈ સુધી રશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે. ભારતે 90ના દાયકામાં રશિયા પાસેથી 272 સુખોઈ-30 એમકેઆઈ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો કર્યો હતો. જેમાંથી 50 વિમાનોને રશિયામાં અને બાકીના વિમાન ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યા હતાં. 

આ કાર્યક્રમ પોતાના નિર્ધારીત સમય પ્રમાણે ચાલી રહ્યો છે અને ભારતીય વાયુસેનામાં 200થી વધારે સુખોઈ શામેલ થઈ ચુક્યા છે. હવે રશિયાથી આવનારા નવા 18 સુખોઈ વિમાનની વાયુસેનામાં એક સ્ક્વોર્ડન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રશિયા પાસે રહેલા અને અપગ્રેડ કરવામાં આવેલા 20 મિગ-29 ખરીદવાની વાતચીત અંતિમ તબક્કામાં  છે. 

આપને જણાવી દઇએ કે, હાલ ભારતીય વાયુસેનામાં 50 મિગ-29 શામેલ છે. એટલે કે મિગ-29ની ત્રણ સ્ક્વાર્ડન ભારતીય વાયુસેનામાં શામેલ છે. મિગ-20 પણ એક મલ્ટિરોલ ફાઈટર જેટ્સ છે, જેને ભારતીય વાયુસેનામાં 1985માં શામેલ કરવાનું શરૂ કર્યું છે. તે સમયે ભારતીય વાયુસેના પોત્તાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ભારતીય વાયુસેનામાં સ્વીક્ર્‍ત 42 સ્ક્વાર્ડનની સંખ્યા ઘટીને હવે માત્ર 31 જ રહી ગઈ છે. જેમાં મિગ-21 60ના દાયકામાં અને જેગુઆર 70ના દાયકામાં વાયુસેનામાં શામેલ કરવામાં આવ્યું હતું. 

સ્વદેશી અને વજનમાં હળવા યુદ્ધ વિમાન તેજસ હજી પોતાના ઉત્પાદનના પ્રારંભીક સમયમાં છે અને હજી તેની એક પણ સ્ક્વાર્ડન પુરી થઈ શકી નથી..જ્યારે ફ્રાંસ પાસેથી મળનારા 36 રાફેલ જેટ્સ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વાયુસેનાને મળવાનું શરૂ થઈ જશે. તેની બે સ્ક્વાર્ડન બનશે, જેને અંબાલા અને પાસીઘાટમાં તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફાઈટર પ્લેન આવતા વાયુસેનાની તાકતમાં વધારો થશે અને આ પ્લેનની ડીલને લઈને અમેરિકા પણ નારાજ થઈ શકે છે પરંતુ ભારતને આ ડીલ સસ્તામાં મળતી હોવાથી તે આ ડીલ કરી રહ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ