અમેરિકન સંસદ તરફથી આપવામાં આવેલી પ્રતિબંધની ચેતવણીને નજરઅંદાજ કરતા ભારત રશિયા પાસેથી શક્તિશાળી એસ 400 ટ્રાયંફ મિસાઈલ સિસ્ટમની ખરીદી માટે સંપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે. એસ 400 રશિયાની સૌથી ઉન્નત લાંબા અંતર સુધી સતહથી સતહ પર માર કરનારી મિસાઈલના રુપે ઓળખવામાં આવે છે. ગત મહિનામાં રશિયાએ કહ્યું હતુ કે અમેરિકન પ્રતિબંધિઓની ધમકી છતાં એસ 400 મિસાઈલ પ્રણાલીને પહેલી ખેપની આપૂર્તિ સહિત વર્તમાન ડીલને આગળ વધારી રહ્યું છે. સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આની ડિલીવરી શરુ થતાં પહેલા ભારતીય વાયુસેનાની મોટી ટીમ આ મહિનાના અંત સુધી રશિયાનો પ્રવાસ કરશે.
ભારતની હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે
મિસાઈલ સિસ્ટમ એપ્રિલ 2023 સુધી ભારત આવવાની શક્યતા
ભારતની ડીલને લઈને અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે
મિસાઈલ સિસ્ટમ એપ્રિલ 2023 સુધી ભારત આવવાની શક્યતા
ભારત ઓક્ટોબર 2018માં રશિયાથી 5 એસ 400 મોબાઈલ સ્કવાડ્રન ખરીદવા માટે 5.43 અરબ ડોલરની ડીલ કરી હતી. ભારત આ મિસાઈલ પ્રણાલી માટે રશિયાને 2019માં 80 કરોડ ડોલરની પહેલા હપ્તાની ચૂકવણી કરી હતી.ત્યારે આ મિસાઈલ સિસ્ટમ એપ્રિલ 2023 સુધી ભારત આવવાની શક્યતા છે.
ચીન અને પાકિસ્તાનના સંકટને જોતા આને આ સેક્ટરમાં તૈનાત કરવામાં આવશે
શક્તિશાળી મિસાઈલ સિસ્ટમ એસ 400 લગભગ 380 કિમીની રેન્જમાં ડ્રોન, ફાયટર વિમાન, જાસૂસી વિમાન, મિસાઈલ અને બોમવર્ષક વિમાનોને ઓળખીને તેને મારવામાં સક્ષમ છે. રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુંસાર ચીન અને પાકિસ્તાનના સંકટને જોતા આને પશ્ચિમી, ઉત્તર અને પૂર્વ સેક્ટરમાં તૈનાત કરવામાં આવશે.
સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આની ડિલીવરી શરુ થશે
લગભગ 100 ઓફિસરોની એક મોટી ટીમ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે રશિયા જશે. આ ઓફિસરો ત્યાં એસ 400ને ચલાવવા અને તેની જાળવણીને લઈને સંપૂર્ણ પ્રશિક્ષણ લેશે. એક ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ રવિવારે રક્ષા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી હતી કે સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આની ડિલીવરી શરુ થશે. એસ 400ની પહેલી સ્ક્વાડ્રન ભારતમાં 2021ના અંત અથવા 2022ની શરુઆતમાં કામ કરવાનું શરુ કરી દેશે.
ભારતની હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે
અમેરિકન કોંગ્રેસ સાથે જોડાયેલી એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે રશિયા નિર્મિત એસ 400 વાયુ રક્ષા પ્રણાલી ખરીદવા માટે અરબ ડોલરની ભારતની ડીલને લઈને અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતની હંમેશા સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે. જે આની રક્ષા ખરીદ અને તેના આપૂર્તિ પર લાગૂ થશે.