ભારતીય મેન્સ બેડમિંટન ટીમે સેમિ ફાઈનલમાં ડેનમાર્ક સામે ૩-૨થી રોમાંચક વિજય મેળવતા થોમસ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે થોમસ કપના ૭૩ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. નોંધપાત્ર છે કે અગાઉ ક્યારેય ભારતીય મેન્સ બેડમિંટન ટીમ થોમસ કપની સેમિ ફાઈનલ સુધી પણ પહોંચી શકી નહતી.
ડેનમાર્કને હરાવીને ફાઈનલમાં મેળવ્યો હતો પ્રવેશ
ભારતે ગઈકાલે જ મલેશિયાને ૩-૨થી હરાવીને થોમસ કપના ઈતિહાસમાં સૌપ્રથમ મેડલ નિશ્ચિત કર્યો હતો. સેમિ ફાઇનલમાં ભારતનો લક્ષ્ય સેન ડેનમાર્કના એક્સલસેન સામે ૧૩-૨૧, ૧૩-૨૧થી હારી ગયો હતો. જે પછી સાત્વિક-ચિરાગે એસ્ટ્રુપ-ક્રિસ્ટીનસેનને ૨૧-૧૮, ૨૧-૨૩, ૨૨-૨૦થી હરાવીને ભારતને ૧-૧થી બરોબરી અપાવી હતી. કિદામ્બિ શ્રીકાંતે એસ્ટોનસનને ૨૧-૧૮, ૧૨-૨૧, ૨૧-૧૫ થી હરાવતા ભારતે ૨-૧થી લીડ મેળવી હતી. જોકે ક્રિશ્ન પ્રસાદ-વિષ્ણુવર્ધન ૧૪-૨૧, ૧૩-૨૧થી રાસમુસન-સોરાર્ડ સામે હારી જતાં મેચ ૨-૨થી બરોબરી પર આવી ગઈ હતી. આખરે પ્રનોયે જેમ્કેને ૧૩-૨૧, ૨૧-૯, ૨૧-૧૨થી હરાવીને ભારતને ઐતિહાસિક ફાઈનલ પ્રવેશ અપાવ્યો હતો.