બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / VIDEO : ભારતીય મહિલા ટીમે લહેરાવ્યો પરચમ! નેપાળને હરાવીને બની ખો ખો વર્લ્ડ ચેમ્પિયન

Kho Kho World Cup / VIDEO : ભારતીય મહિલા ટીમે લહેરાવ્યો પરચમ! નેપાળને હરાવીને બની ખો ખો વર્લ્ડ ચેમ્પિયન

Last Updated: 08:43 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળને હરાવીને ભારતીય મહિલા ટીમે ખો ખો વર્લ્ડ કપની ફાઈનલ જીતી લીધી છે.

ચેમ્પિયન ટ્રોફી પહેલા ભારતીય મહિલા ટીમે મોટા ખુશખબર આપ્યાં છે. ભારતીય મહિલાએ ખો ખોની રમતમાં પરચમ લહેરાવી દીધો છે. પ્રિયંકા ઈંગલેની આગેવાનીવાળી મહિલા ટીમ ખો ખોની ફાઈનલમાં નેપાળને 78-40ને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ખો ખો વર્લ્ડ કપની ફાઈનલ દિલ્હીના ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ હતી.

શરુઆતથી ભારતે પકડ જમાવી

ખો ખો વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં શરુઆતથી ભારતે પકડ જમાવી હતી. નેપાળના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ડિફેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો જે તેને માટે ઘાતક સાબિત થયો અને ભારતે પહેલાં જ પ્રયાસમાં 34 પોઈન્ટ મેળવ્યા હતા. બીજા વળાંકમાં બચાવ કરવા આવેલી ટીમ ઈન્ડિયાના ડિફેન્ડર્સે નેપાળના હુમલાખોરોને ખૂબ દોડાવી દીધા હતા. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પણ 1 પોઈન્ટ મેળવ્યો હતો. ચોથા વળાંકમાં પણ ભારતીય ખેલાડીઓએ નેપાળના હુમલાખોરોને હાવી થવા દીધા ન હતા. આવું કરીને ભારતે જીત પાક્કી કરી નાખી હતી. છેલ્લા રાઉન્ડમાં ભારતે 78-40 થી જીત મેળવીને વિશ્વમાં તિરંગો લહેરાવી દીધો હતો.

ભારતે સતત 6 મેચ જીતી હતી

સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સતત 6 મેચ જીતીને, ભારતે ખો ખો વર્લ્ડ કપ 2025ની ટ્રોફી જીતી. ભારતે 4 મેચમાં 100થી વધુ પોઈન્ટ બનાવ્યા. આ સિવાય તેણે સાઉથ કોરિયા સામે 175 પોઈન્ટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પહેલું ટાઈટલ જીત્યું

ભારતે ખો ખોની ફાઈનલ પહેલી વાર જીતી છે. ઉલ્લેખનીય છે કે પહેલી વાર ખો ખો વર્લ્ડ કપ યોજાયો હતો જેને ભારતે આસાનીથી જીતી લીધો હતો.

ચેમ્પિયન ટ્રોફી પહેલા ખુશખબર

ક્રિકેટમાં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય મહિલા ટીમે ટ્રોફી જીતીને ખુશખબર આપ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kho Kho World Cup India Kho Kho World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ