India wins the third blind T20 World Cup 2022 finals against Bangladesh
ક્રિકેટ /
વેલડન ! વધાવો હવે ભારતની બ્લાઈન્ડ ટીમને, બની ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન
Team VTV04:05 PM, 17 Dec 22
| Updated: 04:06 PM, 17 Dec 22
આજે ભારતીય બ્લાઇન્ડ ટીમે ઇતિહાસ રચ્યો છે. સતત ત્રીજી વખત ટીમ ઇન્ડિયાએ બ્લાઇંડ ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમે ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 120 રનોથી માત આપી છે.
ભારતીય બ્લાઇંડ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ
ટીમ ઇન્ડિયાએ ત્રીજી વખત બ્લાઇંડ ટી20 વર્લ્ડ કપ જીત્યો
બાંગ્લાદેશને 120 રનથી આપી માત
ભારતીય બ્લાઇંડ ટીમે આજે ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડકપનાં ફાઇનલમાં બાંગ્લાદેશને માત આપી આ વખત પણ ટી20 વર્લ્ડકપ જીત્યો છે. આ ટૂર્નામેન્ટની ત્રીજી સીઝન હતી. અન્ય કોઇ ટીમ અત્યાર સુધી આ કપ જીતી શકી નથી.
120 રનોથી જીત
મેચમાં ભારતીય ટીમે પહેલા રમતાં 2 વિકેટ પર 277 રન બનાવ્યાં હતાં. રમેશે કુલ 163 રનો બનાવ્યાં છે. અજયે પણ આશરે 100 રન બનાવ્યાં હતાં જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 3 વિકેટ પર 157નો સ્કોર જ બનાવી શકી. આ રીતે ભારતીય ટીમે મેચને 120 રનોથી જીત મેળવી છે.
મેચ પહેલા થયો હતો વિવાદ
ભારતીય બ્લાઇંડ ક્રિકેટ ટીમે આજે બાંગ્લાદેશને માત આપી ઇતિહાસ રચ્યો છે ત્યારે આ મેચ શરૂ થયાં પહેલા વિવાદ થયો હતો. એમાં થયું એવું કે visa ન મળવાને કારણે પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં જોડાવા ભારત આવી શકી નહીં. આ પહેલા 2017માં થયેલ ટી20 વર્લ્ડ કપનાં ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારે ટૂર્નામેન્ટની મેચ ભારતમાં જ થઇ હતી. ભારતે પાકિસ્તાનને ત્યારે 9 વિકેટથી માત આપી હતી અને ટૂર્નામેન્ટ જીતી હતી.
Indian flag flying high, won the T20 World Cup for blind.
આ જીત 2022ની સૌથી મોટી જીત
ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમની આ જીતને 2022ની સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. સીનિયર પુરુષ ટીમ અને મહિલા ટીમ આ વર્ષે વર્લ્ડકપમાં સારૂં પ્રદર્શન ન કરી શકી. તો અંડર-19 ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી છે .ભારતની બ્લાઇન્ડ ટીમ 3 વખત વનડે વર્લ્ડકપની ટ્રોફી જીતી શકી છે. તેવામાં આ ઓવરઓલ ટીમની 5મી ટ્રોફી છે.
2017 અને 2012માં પણ વિજય
ભારતીય બ્લાઇન્ડ ટીમે 2012 અને 2017માં પણ આ ટ્રોફી જીતી હતી. 2017માં ભારતને પાકિસ્તાનની સામે 9 વિકેટથી જીત મળી હતી.