જૂનિયર હોકી એશિયા કપ 2023ની સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.
ઓમાનમાં જૂનિયર હોકી એશિયા કપ 2023
ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સાથે જોરદાર મુકાબલો
ભારતીય ટીમે 2-1થી જોરદાર જીત પોતાને નામે કરી
23 મેથી 1 જૂન વચ્ચે ઓમાનમાં 10 ટીમો વચ્ચે મેન્સ જૂનિયર હોકી એશિયા કપ 2023નું આયોજન કરાયું હતું. ઓમાનના સલાલાહમાં જુનિયર એશિયા હોકી કપ રમાઈ રહો છે. જેમાં ભારતીય હોકી ટીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આજે ગુરુવારે એશિયા કપની ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સાથે જોરદાર સોમાંચક મુકાબલો ખેલાયો હતો. આજે ગુરુવારે (1 જૂન) રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 2-1થી જોરદાર જીત પોતાને નામે કરી હતી.
GOAL!!
India opens the scoring through Angad Bir Singh 😍
8 વર્ષ બાદ યોજાયેલ કપની આ મેચ જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. જુનિયર હોકી ભારતીય ટીમ સૌથી વધુ વખત એશિયન ટાઈટલ જીતનારી ટીમ બની છે. 31 મેના રોજ 2 સેમિફાઈનલ મેચનું આયોજન થયું હતું. જેમાં પાકિસ્તાનને પછાડી ભારતે જીત હાંસલ કરી છે.
સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે
મેચમાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટ્રોફીની જંગમાં ભારતે સફળતા હાંસલ કરી છે. ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને 2-1ના સ્કોરથી હરાવ્યા છે. ભારતીય ટીમ ચોથીવાર ચેમ્પિયન બની છે.પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે.