બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / વિશ્વ / india wins against australia hockey match by 4-3

IND vs AUS / હોકીમાં ટીમ ઈન્ડીયાને કોઈ ન પહોંચે ! રોમાંચક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને ચટાડી ધૂળ, 4-3થી વિજય

Vaidehi

Last Updated: 05:10 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ઑસ્ટ્રેલિયાને સીરીઝનાં ત્રીજાં હોકીનાં મેચમાં 4-3થી માત આપી છે. ટીમ ઇન્ડિયાની આ જીતની સાથે જ સીરીઝમાં શાનદાર વાપસી થઇ છે.

  • IND vs Aus હોકીમાં ટીમ ઇન્ડિયાનો વિજય
  • 4-3નાં સ્કોરથી ઑસ્ટ્રેલિયાને આપી માત
  • મનપ્રીત,અભિષેક, આકાશદીપ ,શમશેરસિંહે આપ્યું ઉત્તમ પર્ફોર્મન્સ

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ હોકી ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે. સીરીઝનાં ત્રીજા મેચમાં ભારતીય હોકી ટીમે ઑસ્ટ્રેલિયાને ધમાકેદાર માત આપી છે. મેચમાં ભારતે 4-3થી જીત મેળવી છે. આ પહેલા ભારતને લગાતાર 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતની સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરીઝ જીતવાની આશાને જીવંત રાખી છે. ભારત માટે મનપ્રીત સિંહ, અભિષેક, આકાશદીપ સિંહ ઇને શમશેર સિંહે એક-એક ગોલ કર્યાં હતાં. જ્યારે ઑસ્ટ્રેલિયા માટે વેલ્ચ જેક, જલવેસ્કી એરન અને નાથને એક-એક ગોલ કર્યાં હતાં.

શરૂઆતમાં જ રમી અટેકિંગ ગેમ
ઑસ્ટ્રેલિયાની સામે ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ શરૂઆતથી જ અટેકિંગ ગેમ રમી હતી. ભારતે 12મી મિનીટમાં જ પહેલો ગોલ કર્યો હતો. ટીમ ઇન્ડિયા મનપ્રિત સિંહે પેનલ્ટી કોર્નર થકી ગોલ કર્યો હતો.  આ બાદ ઑસ્ટ્રેલિયાએ મેચમાં વાપસી કરવાનાં પ્રયત્નો કર્યાં અને 25મી મિનીટે આ ટીમનાં વેલ્ચ જેકે એક ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ 32મી મિનીટમાં ફરી એક ગોલ મારી ઑસ્ટ્રેલિયા 2-1થી આગળ વધી ગઇ. ભારત માટે આ સમયે સમસ્યાઓ વધતી નજર આવી હતી. છેલ્લે 47મી મિનીટે અભિષેકે ભારત માટે ગોલ ફટકારતાં સ્કોર થયો 2-2.

ટીમ ઇન્ડિયા માટે બંને હાફ સારાં 
ટીમ ઇન્ડિયા માટે બંને હાફ સારાં અને સફળ રહ્યાં હતાં. ભારત માટે શમશેરે 57મી મિનીટે પેનાલ્ટી કોર્નર થકી ગોલ કરી 3-2 થી સ્કોર વધાર્યો. ઑસ્ટ્રેલિયાએ આ બાદ ગેમમાં વાપસી કરતાં વધુ એક ગોલ નાથને ફટકાર્યો. જેથી બંને ટીમનાં સ્કોર સમાન થયાં. આ ગોલ બાદ ફીટ એક મિનીટ પછી ટીમ ઇન્ડિયાનાં આકાશદીપ સિંહએ ગોલ ફટકાર્યો અને અંત સુધી 4-3નો સ્કોર જાળવી રાખ્યો હતો. આ રીતે 4-3થી ભારતનો વિજય થયો.

ભારતની શરૂઆતની 2 મેચોમાં હાર
ભારતને શરૂઆતનાં 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમે ઑસ્ટ્રેલિયાને ધમાકેદાર ટક્કર આપી હતી. ઑસ્ટ્રેલિયાએ સીરીઝની પહેલી મેચમાં 5-4થી જીત મેળવી હતી. ત્યારબાદ તેણે બીજી મેચમાં 7-4થી જીત મેળવી હતી અને હવે ભારતે ત્રીજી મેચમાં વાપસી કરતાં 4-3થી ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. હવે સીરીઝની ચોથી મેચ 3 ડિસેમ્બર અને પાંચમી મેચ 4 ડિસેમ્બરનાં યોજાશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ