બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India wins a UN award for "India Hypertension Control Initiative

હેલ્થકેર / આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની મોટી સિદ્ધી, હાઈપર ટેન્શન કન્ટ્રોલ પહેલ માટે મળ્યો UNનો એવોર્ડ

Hiralal

Last Updated: 07:03 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે ભારતને હાઈપર ટેન્શન કન્ટ્રોલ પહેલ માટે UNનો એવોર્ડ મળ્યો છે.

  • હાઈપર ટેન્શન સામેની ભારતની પહેલ રંગ લાવી
  • હાઈપર ટેન્શન કન્ટ્રોલ પહેલ માટે મળ્યો UNનો એવોર્ડ 
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું 

મોતનું એક મોટું કારણ બનેલા હાઈપર ટેન્શનની સામે અસરકારક પહેલ હાથ ધરવાના ભારતના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મળી છે. ભારતે તેના "ઈન્ડિયા હાઈપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટિવ (આઈએચસીઆઈ)" માટે સંયુક્ત રાષ્ટ્રનો એવોર્ડ જીત્યો છે, જે નેશનલ હેલ્થ મિશન હેઠળ હાઈપરટેન્શન વિરૃદ્ધની મોટી પહેલ છે. આઇએચસીઆઈને ભારતની હાલની પ્રાથમિક હેલ્થકેર સિસ્ટમમાં તેના અપવાદરૂપ કાર્ય માટે માન્યતા આપવામાં આવી છે.

સ્વસ્થ અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ- માંડવિયા 
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "આઈએચસીઆઈએ તમામ માટે સ્વાસ્થ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીજીના મિશનને મજબૂત બનાવ્યું છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સ્વસ્થ અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ છીએ.

ભારતમાં 4 માંથી 1 હાઈપર ટેન્શનથી પીડિત 
ભારતમાં દર ચારમાંથી એક પુખ્ત વયના લોકોને હાઈ બ્લડ પ્રેશર છે. હાયપરટેન્શનનું નિયંત્રણ હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીની નિષ્ફળતાને કારણે થતા મૃત્યુને ઘટાડવામાં ફાળો આપશે.

અમેરિકાનાં ન્યૂયોર્કમાં આયોજિત થયો કાર્યક્રમ 
આઈએચસીઆઈને 2022 યુએન ઇન્ટરએજન્સી ટાસ્ક ફોર્સ અને ડબ્લ્યુએચઓ સ્પેશ્યલ પ્રોગ્રામ ઓન પ્રાઇમરી હેલ્થ કેર એવોર્ડ' મળ્યો છે. આ પુરસ્કાર ભારતની ઉત્કૃષ્ટ કટિબદ્ધતા અને કામગીરીને માન્યતા આપે છે જેમ કે (1) બિનચેપી રોગોનું નિવારણ અને નિયંત્રણ (એનસીડી) તથા (2) સંકલિત જન-કેન્દ્રિત પ્રાથમિક સારસંભાળ પ્રદાન કરે છે. આઈએચસીઆઈ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક (એનપીસીડીસીએસ)નું પૂરક છે. આઈએચસીઆઈએ સતત કાળજીની ખાતરી આપીને અને હાલમાં ચાલી રહેલા "આયુષ્માન ભારત" કાર્યક્રમને પ્રોત્સાહન આપીને ભારત સરકારના લક્ષ્યોની પ્રાપ્તિને વેગ આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

India Hypertension Control Initiative India wins UN awards Mansukh Mandaviya ઈન્ડીયા યુએન એવોર્ડ ઈન્ડીયા-હાઈપર ટેન્શન એવોર્ડ મનસુખ માંડવિયા India Hypertension Control Initiative
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ