બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 05:06 PM, 6 November 2022
ADVERTISEMENT
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની આ છેલ્લી મેચમાં ભારતનો વિજય થયો છે. ભારતીય ટીમે ગ્રુપમાં અત્યાર સુધી પોતાની 4 મેચમાંથી ત્રણમાં જીત મેળવી હતી અને આજની સાથે ચાર મેચમાં વિજય હાંસલ કર્યો છે. આ દરમિયાન પાકિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશનો હરાવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા સામે હાર જ મળી હતી. બીજી તરફ ઝિમ્બાબ્વેની ટીમ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. મેલબોર્ન ગ્રુપ-2ની સુપર-12ની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 187 રનનો ટાર્ગેટ ઝિમ્બાબ્વેની ટીમની આપ્યો હતો. જેમાં ભારતે ઝિમ્બાબ્વે સામે વિજય મેળવ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ છે અને તેની ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં રમશે. હવે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે 10 નવેમ્બરે થશે.
ADVERTISEMENT
T20 WC 2022. India Won by 71 Run(s) https://t.co/shiBY8Kmge #INDvZIM #T20WorldCup
— BCCI (@BCCI) November 6, 2022
ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની આ છેલ્લી મેચમાં ભારતનો વિજય થયો છે. T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ છે અને તે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં રમશે
ઝિમ્બાબ્વે સામે ઈન્ડિયાનો વિજય
ટીમ ઈન્ડિયા સતત ચમકી રહી છે અને ઝિમ્બાબ્વેએ અહીં ઘૂંટણિયે પાડી ફરી જીત હાંસલ કરી છે. ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 36ના સ્કોર પર જ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ ઝિમ્બાબ્વે પર ભારે પડયાં હતાં. ભુવનેશ્વર કુમાર બાદ અર્શદીપ સિંહે ઝિમ્બાબ્વેને ઝટકો આપ્યો હતો. રેગિસ ચકાબ્વા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો અને ઝિમ્બાબ્વેનો સ્કોર 1.4 ઓવરમાં 2/2 હતો.
પ્રથમ વિકેટ - 1-0, 0.1 ઓવર
બીજી વિકેટ - 2-2, 1.4 ઓવર
ત્રીજી વિકેટ - 3-28, 5.6 ઓવર
ચોથી વિકેટ - 4-31, 6.4 ઓવર
પાંચમી વિકેટ - 5-36, 7.3 ઓવર
.@BhuviOfficial, @arshdeepsinghh, @MdShami11 pick a wicket apiece in the powerplay.
— BCCI (@BCCI) November 6, 2022
Zimbabwe 28/3 after 6 overs.
Live - https://t.co/lWOa4COtk9 #INDvZIM #T20WorldCup pic.twitter.com/q2J6dzLtse
સૂર્યકુમારની ધમાકેદાર પારી
સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં 61 રન બનાવ્યા હતા અને ઝિમ્બાબ્વેના બોલરો સામે સુર્યકુમારે અસલી રૂપ બતાવ્યો હતો. ટીમ ઈન્ડિયા 101ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી ચૂકી હતી અને મોટા સ્કોર માટે ઝંખતી હતી. પરંતુ થોડા જ બોલમાં સૂર્યકુમારે મેચને ભારત તરફ ફેરવી દીધી હતી. સૂર્યકુમાર યાદવે આ ઈનિંગમાં 6 ચોગ્ગા, 4 છગ્ગા ફટકારીને ઝિમ્બાબ્વેના બોલરોને હચમચાવી દીધા હતા. તે આ વર્ષે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર બની રહ્યો હોવાનું જણાય છે. સૂર્યકુમાર યાદવની આ ઇનિંગના આધારે ભારતે 20 ઓવરમાં 186 રન બનાવ્યા છે.
Rush to your 📺 now, the first innings of #INDvZIM is heading towards a dramatic finish! 🥶
— Star Sports (@StarSportsIndia) November 6, 2022
Show that you #BelieveInBlue and enjoy the slog overs from this ICC Men's #T20WorldCup clash, LIVE on Star Sports & Disney+Hotstar#INDvsZIM pic.twitter.com/qZ7vcHfvkd
ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો ઉલટફેર થયો છે. ગ્રુપ બીની મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા ગ્રુપ બીમાંથી સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે.
નેધરલેન્ડ સેમીફાઈનલમાંથી બહાર
મહત્વનું છે કે, નેધરલેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી. પરંતુ આ હારને કારણે દક્ષિણ આફ્રિકા પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં જે પણ વિજેતા બનશે તે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.
સેમી ફાઇનલમાં પંહોચેલ ટીમ
• ગ્રુપ-1: ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ
• ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.