india will play fifth test match against england here is the playing eleven of team
ક્રિકેટ /
આવતીકાલથી અંગ્રેજો સામે ઇતિહાસ રચવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડની ટીમે કરી પ્લેઇંગ ઇલેવનની જાહેરાત
Team VTV06:16 PM, 30 Jun 22
| Updated: 07:18 PM, 30 Jun 22
આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. જો ભારત આ મેચ જીતે તો વર્ષો પછી ફરી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતવાની સિદ્ધિ મેળવશે.
આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ
2-1 થી ભારત શ્રેણીમાં આગળ છે
અગાઉ રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં જ જીતી હતી ટીમ
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા પોતાના જ ઘરઆંગણે ભારત સામે રમાવા જઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચ માટે કમર કસી લીધી છે. ઓલરાઉન્ડર કેપ્ટન બેન સ્ટોક્સની આગેવાનીમાં આ મેચ બર્મિંગહામમાં રમશે.
ઈંગ્લેન્ડ દ્વારા આ મેચ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે.
આવતીકાલે ઈન્ડીયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ
1 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે રમાનાર પાંચમી ટેસ્ટ માટે બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવ્યો છે. કોરોનાને કારણે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને બનાવાયો કેપ્ટન
ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કોરોનાથી સાજા થવાનો પ્રયાસ કરી રહેલો રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં રમવાનો નથી. તેની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને કેપ્ટનશિપ આપવામાં આવી છે.
રોહિત શર્મા કોવિડ-19 પૉઝિટીવ
રોહિત શર્મા કોવિડ-19 પૉઝિટીવ છે અને હાલમાં તે આઈસોલેશનમાં છે. આજે ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટોનમાં પ્રેક્ટિસ શરુ કરી હતી, પણ તેમાં કેપ્ટન રોહિતે ભાગ લીધો નથી. આ પરીક્ષણ કોરોનાવાયરસને કારણે વર્ષ 2021 માં રદ કરવામાં આવ્યું હતું. અત્યારે ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. પણ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ક્લિન સ્વિપ કર્યા બાદ ઈંગ્લેન્ડનો જુસ્સો બુલંદ છે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ તરફથી પ્લેઇંગ ઇલેવનની જાહેરાત થવાની બાકી છે.