india will play against newzealand pakistan scotland and Namibia in t20 worlcup here is the schedule
T20 Worldcup /
આવતીકાલે પાકિસ્તાન બાદ આ ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, જુઓ 12 મેચોનું શેડ્યૂલ
Team VTV11:19 AM, 23 Oct 21
| Updated: 11:27 AM, 23 Oct 21
ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે છે. આ મેચ બાદ ભારત કઇ ટીમો સામે રમશે એ નક્કી થઈ ગયું છે. જુઓ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ આવતીકાલે છે. પહેલી જ મેચમાં ભારત પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આજ સુધી ભારત વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હાર્યું નથી. હવે આવતી કાલે પણ આ રેકોર્ડ ભારત જાળવી રાખે એવી ક્રિકેટપ્રેમીઓ આશા રાખી રહ્યા છે.
સેમીફાયનલ સુધી પહોંચવા માટે ટીમ ઈન્ડિયા ને સુપર 12 સ્ટેજમાં પાંચ મેચ રમવા પડશે. હવે તમામ ટીમો નિશ્ચિત થઈ ગઈ છે ત્યારે ભારત બાકીની કઇ બે ટીમ સામે રમશે એ પણ ફાયનલ થઈ ગયું છે.
આ બે ટીમો નક્કી થઈ
ભારત સ્કોટલેન્ડ અને નામીબિયા સામે રમશે એ હવે નક્કી થઈ ગયું છે. ગ્રુપ સ્ટેજ અગાઉની મેચોમાં ટોપ 8 સિવાયની ટીમો વચ્ચે બાકીના બે સ્પોટ માટે મુકાબલો ચાલી રહ્યો હતો જેનો હવે અંત આવ્યો છે ભારત કોની સામે રમશે એ પણ નક્કી થઈ ગયું છે. ભારતની મેચ સ્કોટલેન્ડ અને નામીબિયા સામે રમાશે. આ મેચોમાં પન ઘણા અપસેટ સર્જાયા હતા પરંતુ આખરે આ ટીમો નક્કી થઈ ગઈ હતી.
સુપર 12 માં ભારતીય ટીમની સફર
24 ઓક્ટોબર- ભારત v/s પાકિસ્તાન
31 ઓકટોબર- ભારત v/s ન્યુઝીલેન્ડ
3 નવેમ્બર- ભારત v/s અફઘાનિસ્તાન
5 નવેમ્બર - ભારત v/s સ્કોટલેન્ડ
8 નવેમ્બર- ભારત v/s નામીબિયા