બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India will give befitting reply to anyone who tries to cast evil eye on it: Rajnath Singh

કૂટનીતિ / 'દેશ સામે આંખ ઉઠાવી તો'... ચીન-પાકિસ્તાનને ધમકી આપતા રાજનાથ સિંહ બરાબરના બગડ્યાં

Hiralal

Last Updated: 10:17 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીન અને પાકિસ્તાનને ધમકી આપતા જણાવ્યું કે જો અમારા દેશ સામે આંખ ઊંચી કરીને જોશો તો જડબાતોડ જવાબ મળશે.

  • કોમવાદથી દૂર રહીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની રાજનાથની હાકલ
  • રાજનાથે ચીન અને પાકિસ્તાનને આપી ધમકી
  • દેશ સામે આંખ ઉઠાવનારને આપીશું જડબાતોડ જવાબ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે નાગારિકોને સાંપ્રદાયિક્તાથી દૂર થઈ રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના ગુણો આત્મનિર્ધાર કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું હતું સશત્ર દળના જવાન જાતિ અને ભાષા જેવી બાબતો દૂર થઈ નિસ્વાર્થ ભાવથી રાષ્ટ્રની સેવામાં કામ કરે છે. તેમજ દેશના લોકોને જુદા જુદા પ્રકારની મુશ્કેલીમાંથી બચાવવાની પણ કામગીરી પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકને કર્તવ્યનું પાલન કરી દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને સૈનિકો અને આદર્શો અને સંકલ્પોને આગળ લઈ જાઓ.

નામ લીધા વિના રાજનાથ સિંહની ચેતવણી
પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીનના સીમા વિવાદ બાબતે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ચીન અને પાકિસ્તાનનો નામ લીધા વિના ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ભારત પર ખરાબ નજર નાખવાનો પ્રયાસ કર્યો છે તો પણ તમને જડબાતોડ જવાબ મળશે. રાજનાથ સિંહએ વધુમાં કહ્યું હતું કે, અમારા જવાનો સીમાની કડક સુરક્ષા કરે છે સાથો સાથે દેશની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા હર હંમેશ તત્પર રહે છે.   

ભારત શાંતિપ્રિય દેશ, કોઈને નુકશાન નથી કરતો 
રાજનાથ સિંહએ કહ્યું હતું કે, અમારો દેશ શાંતિ પ્રિય છે અને અમે કોઈ પણ દેશને નુકસાન પહોંચાડવાનું કામ નથી કર્યું પરંતું અમારી શાંતિ ડોહળવાની કોશિસ કરી છે તો તેનો આકરો જવાબ પણ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rajnath Singh Rajnath Singh threat to pakisthan રાજનાથ સિંહ રાજનાથ સિંહ ન્યૂઝ Rajnath Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ