india will compete pakistan on the first match of icc woman world cup
Women's World Cup 2022 /
પહેલી જ મેચમાં ભારત સામે ટકરાશે પાકિસ્તાન, જાણો ટીમ ઇન્ડિયાનું આખું શેડ્યૂલ
Team VTV01:37 PM, 01 Mar 22
| Updated: 01:40 PM, 01 Mar 22
ICC મહિલા વર્લ્ડ કપમાં પહેલી જ મેચમાં થશે ભારત તથા પાકિસ્તાનનો આમનોસામનો. જાણો મેચનું શેડ્યૂલ
માર્ચથી શરુ થશે ICC મહિલા વર્લ્ડકપ
મહિલા વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ
ભારત તથા પાકિસ્તાન આવશે સામસામે
સાલ 2022નો માર્ચ મહિનો ક્રિકેટ પ્રેમીઓ માટે અત્યંત ખાસ રહેવાનો છે. આ મહિનામાં ઘણી મુખ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ થવાની છે, જેમાં ICC મહિલા વર્લ્ડકપ પણ શામેલ છે. આ ઉપરાંત દુનિયાની સૌથી અમીર ક્રિકેટ ટીમ આઈપીએલની 15મી સીઝનનાં ભણકારાઓ પણ 26 માર્ચથી વાગવા લાગશે.
ભારત તથા શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી ટેસ્ટ સીરીઝનો આગાઝ થશે, જેની પહેલી મેચ મોહાલીમાં રમાશે. આ ઉપરાંત, પાકિસ્તાન તથા ઓસ્ટ્રેલીયા વચ્ચે પણ રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ પણ 4 માર્ચથી શરુ થશે. ભારત તથા શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ ફોર્મેટમાં પિંક બોલથી હશે જે બેંગ્લોરનાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, આ મેચ 12 માર્ચથી શરુ થશે. પાકિસ્તાન તથા ઓસ્ટ્રેલીયા વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ મેચ કરાચીમાં 12 માર્ચથી રમાશે.
શેડ્યૂલ
મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલો કરશે, જે છ માર્ચ 2022ના રોજ માઉંટ માઉન્ગાનુઇમાં રમાશે. પહેલી સેમીફાઈનલ મેચ વેલિંગ્ટનમાં જ્યારે બીજી ક્રાઈસ્ટચર્ચમાં આયોજિત થશે. ફાઈનલ 3 એપ્રિલનાં રોજ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
મહિલા વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ
6 માર્ચ - ભારત vs પાકિસ્તાન - માઉંટ માઉન્ગાનુઇ
10 માર્ચ - ભારત vs ન્યૂઝીલેંડ - હેમિલ્ટન
12 માર્ચ - ભારત vs વેસ્ટઇન્ડીઝ - હેમિલ્ટન
16 માર્ચ - ભારત vs ઇંગ્લેન્ડ - માઉંટ માઉન્ગાનુઇ
19 માર્ચ - ભારત vs ઓસ્ટ્રેલીયા - ઓકલેંડ
22 માર્ચ - ભારત vs બાંગ્લાદેશ - હેમિલ્ટન
27 માર્ચ - ભારત vs સાઉથ આફ્રિકા - ક્રાઈસ્ટચર્ચ
આઈપીએલની 15મી સીઝનનો આગાઝ 26 માર્ચથી થશે, જેનું એલાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કરી ચુક્યું છે. આ વખતે 8 ને બદલે 10 ટીમ લીગમાં ભાગ લેશે. આ ટી20 લીગ 26 માર્ચથી 29 મે વચ્ચે રમાશે.
18 માર્ચથી દક્ષીણ આફ્રિકા તથા બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની વન ડે સીરીઝ પણ શરુ થશે. જ્યારે પાકિસ્તાન તથા ઓસ્ટ્રેલીયા વચ્ચે પણ વન ડે સીરીઝ રાવલપિંડીમાં રમાશે. ઇંગ્લેન્ડ તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે વિઝડન ટ્રોફી ટેસ્ટ સીરીઝ 8 માર્ચથી શરુ થશે. વેસ્ટઇન્ડીઝની મેજબાનીમાં ઇંગ્લેન્ડ ટીમ 3 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. સીરીઝની બીજી ટેસ્ટ મેચ બારબાડોસમાં 16 માર્ચથી રમાશે.