બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ સાથે તોફાનની શક્યતા, 90ની ઝડપે પવન ફૂંકાશે

photo-story

6 ફોટો ગેલેરી

IMD એલર્ટ / આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ સાથે તોફાનની શક્યતા, 90ની ઝડપે પવન ફૂંકાશે

Last Updated: 08:42 AM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશના અનેક રાજ્યોમાં ચોમાસું વેગવતુ થઈ રહ્યું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે 17 રાજ્યો માટે વરસાદ, ગાજવીજ અને તેજ પવનનું એલર્ટ જાહેર કર્યું છે.

1/6

photoStories-logo

1. 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

ભારતના વિવિધ ભાગોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં નવો પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને 60થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને હવામાનની આગાહી પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.9 જૂને કેરળ, કર્ણાટક, તમિલનાડુ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ સહિત 17 રાજ્યોમાં વરસાદની આગાહી.કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.60થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા. ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારોમાં પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસું વધુ આગળ વધવાની શક્યતા. કેરળ, કર્ણાટક અને પૂર્વોત્તર ભારતમાં આગામી એક સપ્તાહ ભારે વરસાદની આગાહી. 8 અને 9 જૂને કેરળ અને કર્ણાટકમાં અતિભારે વરસાદની સંભાવના.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાન

દિલ્હીમાં 9 જૂને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.11 જૂનથી દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા.ઉત્તર પ્રદેશમાં 9થી 14 જૂન સુધી કેટલાક જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ.10થી 14 જૂન દરમિયાન પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને ગાજવીજની આગાહી.રાજસ્થાનના અનેક વિસ્તારોમાં 11થી 14 જૂન દરમિયાન ધૂળભરી આંધીઓ અને છૂટાછવાયા વરસાદની શક્યતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બિહાર, ઝારખંડ અને હિમાચલમાં એલર્ટ

બિહારમાં 9થી 13 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ.કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.ઝારખંડમાં 11થી 13 જૂન દરમિયાન વાવાઝોડા અને વરસાદની સંભાવના.હિમાચલ પ્રદેશમાં 11 અને 12 જૂને વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા.પહાડી વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ મુજબ 14 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હવામાન વિભાગની સલાહ

ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં બિનજરૂરી મુસાફરી ટાળવી. વીજળી પડવાની શક્યતા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન રહેવું. ખેડૂતો અને માછીમારોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. સ્થાનિક હવામાન અપડેટ પર સતત નજર રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

India Weather News Monsoon Rain Alert 2026 IMD Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ