બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / India was included in the top-4 countries in Asia that suffer the most online fraud
Malay
Last Updated: 12:50 PM, 10 April 2023
ADVERTISEMENT
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધવાની સાથે ઓનલાઈન ફ્રોડના બનાવો પણ વધ્યા છે. એશિયામાં સૌથી વધુ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા દેશોમાં ભારતનો સમાવેશ ટોપ-4માં થયો હતો. ઓનલાઈન છેતરપિંડીથી બચવા જાગૃત થવાની જરૂર છે. ત્યારે કેવી રીતે સાયબર ક્રિમિનલ લોકોને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવે છે અને આ ટોળકીથી કેવી રીતે બચવું જોઈએ જાણીએ આ અહેવાલમાં.
ADVERTISEMENT
ઓનલાઈન ઠગાઈની ફરિયાદમાં સતત વધારો
ઓનલાઈન ઠગાઈના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન ડોક્યુમેન્ટ્સનો ગેરઉપયોગ, નાણાકીય વ્યવહારો, ઓનલાઈન પેમેન્ટ્સ જેવી બાબતોમાં સૌથી વધુ છેતરપિંડી થઈ રહી હોવાની ફરિયાદમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રિમિનલ ફ્લિપકાર્ટ, મંત્રા, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી વેબસાઈટમાંથી ઓનલાઈન થયેલા ઓર્ડરને હેક કરે છે. જે બાદ આરોપી ઓર્ડનો ડિલિવરી એડ્રેસ બદલીની છેતરપિંડી આચરે છે. જેથી સાયબર ક્રાઈમે આવી સાયબર ફ્રોડ કરતી ટોકળીથી બચવા અપીલ કરી છે.
લોકો સેલના ચક્કરમાં છેતરપિંડીનો બની રહ્યા છે ભોગઃ PI રાજેશ પુરવલ
આ અંગે સાયબર ક્રાઈમના પી.આઈ રાજેશ પુરવલે જણાવ્યું કે, વ્યસ્ત જીવનશૈલીમાં લોકો હવે ઓનલાઈન ખરીદીને મહત્વ આપી રહ્યા છે. ત્યારે ઓનલાઈન ખરીદી કરતા લોકોમાંથી 48 ટકા લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બને છે. ઓનલાઈન છેતરપિંડી વધવા પાછળ શોપિંગ એપ્સનું પ્રમાણ પણ જવાબદાર છે. લોકો પાસે શોપિંગ એપ્સના અસંખ્ય વિકલ્પો છે અને સેલના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.
આ રીતે ઠગાઈ કરતી હતી ટોળકી
તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે ફ્લિપકાર્ટ, મંત્રા, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટના ગ્રાહકોના ઓનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ હતી. આ આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ.પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ આ સિવાય OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટેલિગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇ.પી બ્લોકના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા.
છેતરપિંડીથી બચવા શું કરવું?
- ખરીદી કરતી વખતે વેબસાઈટ પર કંપનીને વેરીફાઇ કરવી.
- instagram પેજ પરથી ખરીદી કરતી વખતે એડવાન્સ પેમેન્ટ ન કરો.
- પેમેન્ટ કરવા માટે કેસ ઓન ડિલિવરીનું ઓપ્શન જ પસંદ કરો.
- શંકાસ્પદ લિંક પર ક્લિક કરવી અને થર્ડ પાર્ટી વેબસાઈટ કે અન્ય એટેચમેન્ટ ડાઉનલોડ કરતા બચવું
- પેમેન્ટ કરતી વખતે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અથવા ઇ વોલેટ જેવી સિક્યોર પેમેન્ટ ઓપ્શનનો જ ઉપયોગ કરવો
- ટ્રાન્જેક્શન રેકોર્ડ અને પેમેન્ટ ટ્રાન્જેક્શનનો રેકોર્ડ રાખો.
- ક્યારે પણ સંવેદનશીલ માહિતી જેવી કે પાસવર્ડ ઓટીપી અથવા બેંકની માહિતી શેર ના કરવી.
PI રાજેશ પુરવલ લોકોને કરી આ અપીલ
અંતે પી.આઈ રાજેશ પુરવલે જણાવ્યું કે, માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોના ઓર્ડર મેળવી લઈ ઠગાઈ કરતી ટોળકી સક્રિય છે અને છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના ડેટા હેક કરી તેઓના એકાઉન્ટને ટાર્ગેટ કર્યા હતા. જેથી આ સાયબર ફ્રોડ ટોળકીથી બચવા જાગૃત થવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.