બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs zimbabwe odi series start from 18 august know the record of team india
MayurN
Last Updated: 02:12 PM, 16 August 2022
ADVERTISEMENT
ભારતીય ટીમ પોતાની આગામી મેચો ઝિમ્બાબ્વે સામે રમશે. અને તે માટેની તૈયારીઓ થઇ ચુકી છે ત્યારે તારીખ 18મી ઓગસ્ટથી ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે. આ પ્રવાસ માટે અગાઉ રાહુલની પસંદગી કરવામાં આવી ન હતી. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તેને ટીમમાં લેવામાં આવ્યો હતો અને શિખર ધવનની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અગાઉ ધવનને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
1997 બાદ ભારત એક પણ શ્રેણી હાર્યું નથી
ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ત્યાં 1992માં પહેલી વખત એક મેચની સિરીઝ રમી હતી. તેણે મેચ જીતી લીધી હતી. પાંચ વર્ષ બાદ ભારતે ઝિમ્બાબ્વેમાં પહેલી વખત શ્રેણી ગુમાવી હતી. યજમાન ટીમે બે મેચની શ્રેણી 1-0 થી જીતી લીધી હતી. 1997ની શ્રેણી બાદ ભારત ઝિમ્બાબ્વેમાં એક પણ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન તેણે યજમાન ટીમને ચાર વખત હરાવી છે.
ADVERTISEMENT
6 વર્ષ બાદ ભારત ઝિમ્બાબ્વેમાં રમશે
1998માં ભારતીય ટીમ ત્રીજી વખત ઝિમ્બાબ્વે ગઈ હતી. ત્યાર બાદ તેણે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ પછી ભારતીય ટીમ 2013માં ઝિમ્બાબ્વે ગઈ હતી. ત્યારબાદ 2015 અને 2016માં મુલાકાત લીધી હતી. હવે છ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ત્યાં વન ડે શ્રેણી રમશે.
આજ સુધીના ભારતના રેકોર્ડ
વર્ષ | શ્રેણીની મેચો | પરિણામ |
1992 | 1 | ભારતે 1-0થી જીત મેળવી |
1997 | 2 | ઝિમ્બાબ્વે 1-0થી જીત્યું |
1998 | 3 | ભારતે 2-1થી જીત મેળવી |
2013 | 5 | ભારતે 5-0થી જીત મેળવી |
2015 | 3 | ભારતે 3-0થી જીત મેળવી |
2016 | 3 | ભારતે 3-0થી જીત મેળવી |
ધવન અને રાહુલ કરશે ઓપનીંગ
વનડે શ્રેણી આ મહિનાના અંતમાં યોજાનારા એશિયા કપ પહેલા કેએલ રાહુલ માટે ડ્રેસ રિહર્સલ હશે. રાહુલ ઝિમ્બાબ્વે સામે અનુભવી શિખર ધવન સાથે ઓપનિંગ પાર્ટનર હોવાથી યુવા બેટ્સમેન શુબમન ગિલ ત્રીજા ક્રમે બેટીંગમાં ઉતરે તેવી શક્યતા છે.
રાહુલ પર રહેશે નજર
આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે અને જ્યાં સુધી આ ફોર્મેટની વાત છે તો શુબમન ટીમ મેનેજમેન્ટની યોજનાઓમાં સામેલ નથી. જો તે ત્રીજા નંબરે આવશે તો એ વાત નક્કી થઈ જશે કે એશિયા કપ પહેલા કેપ્ટન રાહુલ ક્રિઝ પર શક્ય તેટલો વધુ સમય વિતાવી શકશે. ફેબ્રુઆરી બાદ તે પોતાની પહેલી મેચ રમશે. એશિયા કપનું આયોજન 27 ઓગસ્ટથી યુએઈમાં થશે.
ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્સર પટેલ, અવેશ ખાન, પ્રસિધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT