india vs west indies 2nd test virat kohli wins hearts at sabina park
ક્રિકેટ /
મેચ બાદ કોહલીએ કર્યું કંઇક આવું, જીતી લીધું ચાહકોનું દિલ
Team VTV10:42 AM, 31 Aug 19
| Updated: 10:43 AM, 31 Aug 19
મેદાન પર વિરાટ કોહલીએ 76 રન બનાવીને પોતાના ફેન્સને ખુશ કર્યા તો બાદમાં એમની વચ્ચે જઇને એમનું દિલ પણ જીતી લીધું. બીસીસીઆઇએ એનો એક વીડિયો શેર કર્યો.
ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે જમૈકાના સબાઇના પાર્કમાં રમવામાં આવેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા મેદાન પર અને પછી એની બહાર લોકોનું દિલ જીતી લીધું. એક બાજુ કોહલીએ 76 રનની ઇનિંન્ગ રમીને સ્ટંપ સુધી ભારતને મજબૂત સ્થિતમાં પહોંચાડી, તો બીજી બાજુ મેચ બાદ એને જે કર્યું, એના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. બીસીસીઆઇએ એનો એક વીડિયો શેર કર્યો.
વાસ્તવમાં મેચ બાદ એ ફેન્સની વચ્ચે ચાલ્યો ગયો અને એને ઑટોગ્રાફ આપીને ફોટો પડાવ્યા, આટલું જ નહીં ફેન્સને હાઇ ફાઇવ પણ આપ્યું. બીસીસીઆઇએ ટ્વિટ કર્યું કે વિરાટે ફોટો, ઑટોગ્રાફ, સ્માઇલ અને દિલ જીતી લીધું.
વિરાટ કોહલી અને મયંક અગ્રવાલની હાફ સેન્ચ્યુરીના દમ પર ભારતે પહેલા દિવસની મેચ પૂર્ણ થવા સુધી પાંચ વિકેટના નુકસાન પર 264 રન બનાવી લીધા છે. 46 રન પર બે વિકેટ પડ્યા બાદ કોહલી અને અગ્રવાલએ ઇનિંન્ગ સંભાળી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઇ.
આ ઉપરાંત કોહલીએ પહેલી ટેસ્ટ મેચમાં સેન્ચ્યુરી કરનાર આજિંક્ય રહાણેની સાથે પણ 49 રનની ભાગીદારી કરી. રહાણે 24 રન બનાવી શક્યો. ભારતીય કેપ્ટને 163 બોલનો સામનો કર્યો, જેમાં એને 10 ચોગ્ગા ફટકાર્યા.